ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 

ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.
ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 

ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

નબીપુર દસુ કોલોનીના 80 વર્ષીય મહમદ ઉમરજીએ ગામની જ સુમૈયા દાઉદ બાબુ પટેલ નામની મહિલાને રૂા. 1.50 લાખ ઉછીના આપ્યા હતાં. આ રૂપિયા પરત આપવા માટે સુમૈયાની બહેનપણી સુફિયા અજીજ અબ્દુલ વોરા પટેલે ગત 30 જાન્યુઆરીએ વૃદ્ધને ફોન કરી સુમૈયાના ઘરે બોલાવ્યા હતાં. વૃદ્ધ બપોરે 11:59 કલાકે પહોંચતા સુફીયાએ તેમને લલચાવી ઘરની પાછળ આવેલી ગેલરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગલરીમાં જતાં સુમૈયાએ ઘરની બહાર નીકળી રેકી કરતાં તેના સાગરિત મહેબુબ ઇબ્રાહીમ દીવાન (રીક્ષાવાળો) ને ઘરમાં બોલાવી લીધો હતો. દરમિયાન સૂફિયાએ ગેલરીમાં જઇ વૃદ્ધના કપડાં કાઢી લઇ તેમને બાથ ભરી લીધી હતી. ત્યારબાદ ઘરમાં સંતાઇ રહેલા મહેબૂબે વાયર વડે વૃદ્ધનું ગળુ દબાવી ઠંડે કલેજે હત્યા કરી હતી. 

બાદમાં સુમૈયા તેમજ અન્ય સાગરિતો સાથે મળી વૃદ્ધના મૃતદેહને કંબલમાં વીંટાળી કારમાં ભર્યો હતો. જે બાદ વૃદ્ધની લાશને નબીપુરથી કાયાવરોહણ, ધનીયાવી, વરનામા થઇ ઇટોલા ખાતે આવેલાં ઠિકરિયા બ્રીજ પર પહોંચી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી. હત્યા બાદ તેમની લાશ ધાબળામાં વીંટી બપોરે 4:20 કલાકે કારની ડીકીમાં નાખી ઇંટોલા નજીક આવેલા ઠીકરિયા બ્રિજ પર લઇ જઇ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી. વૃદ્ધના પુત્ર મકબૂલ ચેતને પિતા ગુમ થયા અંગે બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. પોલીસે 102 કલાક સુધી નદીમાં શોધખોળ કર્યા બાદ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સુમૈયાના ઘરના સીસીટીવી ફૂટેજમાં હત્યાની કડી મળતાં નબીપુર પોલીસે સોમવારે 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો. અલબત્ત, વૃદ્ધની લાશનો હજુ કોઇ પત્તો મળ્યો નથી. 

  • અઝીઝ અબ્દુલ વ્હોરા પટેલ (ડેમા હાફેજીના મકાનમાં મદની પાર્ક સોસાયટી, નબીપુર)
  • રસીદ ઉમરજી વલી પટેલ (જીન વિસ્તાર, મદિના મસ્જીદ પાસે, નબીપુર)
  • સુફિયા અઝીઝ અબ્દુલ વ્હોરા પટેલ (ડેમા હાફેજીના મકાનમાં મદની પાર્ક સોસાયટી, નબીપુર)
  • સુમૈયા દાઉદભાઇ બાલુભાઇ પટેલ (નવી નગરી,નબીપુર ગામ, ભરૂચ તાલુકો)  

હત્યાના ષડયંત્રને અંજામ આપનાર સુફિયા તેમજ તેના સાગરિતોને ઘરે સીસીટીવી લગાવેલાં હોવાનો અંદાજો હોઇ તેમણે ઘટના પહેલાં સીસીટીવીનો કેબલ કાપ્યો હતો. પરંતુ ભુલથી સીસીટીવીના બદલે ઝૂલ્ફી ટીવીનો કેબલ કાપતા સીસીટીવી ચાલુ જ રહી ગયા હતા. હત્યાના કારસામાં મૃતકના પરિવારજનોએ સુમૈયાના ઘરે લગાવેલાં સીસીટીવી ફૂટેજ તપાસતાં હત્યાના કારસાનો ખુલાસો થયો હતો. પોલીસે ફૂટેજના આધારે 6 સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જે પૈકી સુફિયા, સુમૈયા, અઝીઝ તેમજ રસીદની પોલીસે ધરપકડ કરી અન્ય બેને પકડવાની કવાયત હાથ ધરી છે. 

હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે ટોળકીએ કાવતરૂં રચ્યું હતું. જેમાં તેમણે હત્યા બાદ મૃતકના કપડાં. ચપ્પલ સહિતનો સામાન કાઢી લીધો હતો. જે તેમણે એક થેલીમાં ભરી લીધાં હતાં. જે બાદ લાશને સગેવગે કરતી વેળાં કરજણથી પાલેજ વચ્ચે થેલી ફેંકી દીધી હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, સુફિયા એક પોલીસકર્મીને સાથે રાખી હનીટ્રેપ ગોઠવતી હતી. જેમાં તેણે ગામના બેથી ત્રણ યુવાનોને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી મોટો તોડ કર્યો હતો. જોકે પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news