Amla Benefits: વધતા પ્રદૂષણ અને ઠંડીમાં શરીરનું રક્ષણ કરશે આમળા, નિયમિત ખાવાથી 7 દિવસમાં દેખાશે ફાયદો

Amla Benefits: જો તમારે આ શિયાળામાં વારંવાર બીમાર ન પડવું હોય તો અત્યારથી જ પોતાની ડેઇલી ડાયટમાં આમળાનું સેવન કરવાનું શરૂ કરો. આમળાને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

Amla Benefits: વધતા પ્રદૂષણ અને ઠંડીમાં શરીરનું રક્ષણ કરશે આમળા, નિયમિત ખાવાથી 7 દિવસમાં દેખાશે ફાયદો

Amla Benefits: ઠંડીની શરૂઆત થાય અને સાથે જ શરીરને પણ વધારાના પોષણની જરૂર પડવા લાગે છે. એટલા માટે જ શિયાળા દરમિયાન ડાયટમાં અને શારીરિક ગતિવિધિઓમાં ફેરફાર કરવા જરૂરી થઈ જાય છે. શિયાળા દરમિયાન જો આ બાબતનું ધ્યાન રાખવામાં ન આવે તો વારંવાર શરદી, ઉધરસ અને વાયરલ બીમારીઓ થઈ જાય છે. જો તમારે આ શિયાળામાં વારંવાર બીમાર ન પડવું હોય તો અત્યારથી જ પોતાની ડેઇલી ડાયટમાં આમળાનું સેવન કરવાનું શરૂ કરો. આમળાને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

તમે કોઈપણ રીતે આમળાનું સેવન કરો છો તો તે શરીરને ફાયદો કરે છે. તમે આમળાનો જ્યુસ. કાચું આમળું. આમળાનો પાવડર કે સૂકા આમળાનું સેવન કરી શકો છો. કોઈપણ રીતે આમળા લેવામાં આવે તો તેનાથી શરીરને ફાયદા થાય છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે આમળાનો ફ્રેશ જ્યુસ પીવો સૌથી વધારે ફાયદાકારક છે. આમળાનું ફ્રેશ જ્યુસ બનાવવા માટે ત્રણ આમળાને સમારી અને મિક્સરમાં પાણી વિના પીસી લેવા. હવે આમળાની તૈયાર પેસ્ટને ગરણી અથવા તો મલમલના કપડામાં રાખીને તેનો રસ કાઢી લેવો. આ રસ રોજ પીવાનું રાખો. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ રીતે રોજ ત્રણ આમળાનો રસ પીવાથી થાઇરોડ સંતુલિત થાય છે અને સાથે જ ખરતા વાળની સમસ્યા પણ અટકે છે. શિયાળામાં નિયમિત આમળાનો રસ પીવાથી સફેદ વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.

શિયાળામાં ત્વચા પણ ડ્રાય થઈ જાય છે સાથે જ ગેસ્ટ્રીક સમસ્યાઓ પણ થાય છે આ બંને સમસ્યાથી પણ આમળાનો રસ પીવાથી મુક્તિ મળે છે. જે લોકોને બ્લડ સુગર હાય રહેતું હોય અથવા તો કોલેસ્ટ્રોલ હાઈ હોય તેમણે પણ નિયમિત આમળાનો રસ પીવો જોઈએ તેનાથી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

શિયાળા દરમિયાન વજન વધવાની ફરિયાદ પણ વધી જતી હોય છે આ સ્થિતિમાં જો તમારે વજનને કંટ્રોલ કરવું હોય અથવા તો ઝડપથી ઘટાડવું હોય તો એક ચમચી આમળાના રસમાં થોડું મધ ઉમેરીને રોજ સવારે પી જવું. આ રીતે ખાલી પેટ સવારે આમળાનો રસ પીવાથી વજન ઝડપથી ઘટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news