Winter Food: ડાયાબિટીસ હોય તેમણે શિયાળામાં રોજ ખાવી આ વસ્તુઓ, દવા વિના બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Winter Food: જેમ જેમ ઠંડી વધે છે તેમ વ્યક્તિનું મેટાબોલિઝમ પણ સ્લો થઈ જાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમને પણ ડાયાબિટીસ છે તો તમે શિયાળા દરમિયાન કેટલીક વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓનું સેવન શિયાળામાં કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

Winter Food: ડાયાબિટીસ હોય તેમણે શિયાળામાં રોજ ખાવી આ વસ્તુઓ, દવા વિના બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Winter Food: ડાયાબિટીસ એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. પરંતુ ડાયાબિટીસ થયા પછી જો તમે તમારી ખાવા પીવાની આદતો પર ધ્યાન આપો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ વ્યક્તિનું મેટાબોલિઝમ પણ સ્લો થઈ જાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમને પણ ડાયાબિટીસ છે તો તમે શિયાળા દરમિયાન કેટલીક વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓનું સેવન શિયાળામાં કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

બાજરો

શિયાળામાં બાજરામાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. બાજરામાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. રોજ ડાયટમાં બાજરાની રોટલી, લાડુ કે ખીચડી બનાવીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે.

તજ

તજ બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરે છે જો તમને પણ બ્લડ સુગર વધારે રહેતું હોય તો તજનું સેવન નિયમિત કરવું. તજનું સેવન નિયમિત કરવાથી હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ પણ ઘટી જાય છે. તમે તજને ચામાં ઉમેરીને પણ પી શકો છો.

આમળા

ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. આમળા ક્રોમિયમથી ભરપૂર હોય છે અને વિટામિન સી પણ તેમાં ભરપૂર માત્રામાં હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને આમળા ખાવા ખૂબ જ ફાયદો કરે છે તેનાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.

ગાજર

ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે તો તમારે રોજ ગાજરનું સેવન કરવું જોઈએ તમે ગાજરનું જ્યુસ પણ પી શકો છો અને તેને સલાડમાં પણ ખાઈ શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news