Heatstroke: ઉનાળામાં બાળકને લૂ લાગી જાય તે પહેલા જ ઓળખો ડિહાઈડ્રેશનના લક્ષણોને

Heatstroke: ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતાવરણમાં નાના મોટા સૌ કોઈએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં પણ આ સમય બાળકો માટે ખૂબ જ નાજુક હોય છે. બાળકો લૂથી જલ્દી પ્રભાવિત થઈ શકે છે.

Heatstroke: ઉનાળામાં બાળકને લૂ લાગી જાય તે પહેલા જ ઓળખો ડિહાઈડ્રેશનના લક્ષણોને

Heatstroke: ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતાવરણમાં નાના મોટા સૌ કોઈએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં પણ આ સમય બાળકો માટે ખૂબ જ નાજુક હોય છે. બાળકો લૂથી જલ્દી પ્રભાવિત થઈ શકે છે. લૂના કારણે બાળકોમાં ડિહાઇડ્રેશન પણ થઈ જાય છે. જો આ સમસ્યા વધી જાય તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. 

બાળકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ગંભીર એટલા માટે હોય છે કે તેઓ પાણી પીવાની વાતને લઈને સિરિયસ નથી હોતા. પાણી પીવું કેટલું જરૂરી છે તે બાળકો સમજતા નથી. નાના બાળકો તરસ લાગી હોય તો પણ માતા-પિતાને જણાવી શકતા નથી. જો ઘરમાં નાનું બાળક હોય તો માતા પિતાએ જ ડીહાઇડ્રેશનના લક્ષણોને ઓળખીને તેમને સમયે સમયે પાણી પીવડાવતા રહેવું પડે છે. 

બાળકોમાં ડિહાઇડ્રેશનના શરૂઆતી લક્ષણો 

- જો બાળકને ડિહાઇડ્રેશન હોય તો તેના પેશાબનો રંગ પીળો થવા લાગે છે અને બાળક પેશાબ પણ ઓછું કરે છે. 

- બાળકનું મોઢું સુકાયેલું રહે છે અને તે વારંવાર જીભ બહાર કાઢે છે. 

- જો બાળકને વધારે પડતો થાક કે નબળાઈ જણાય તો તે ડિહાઇડ્રેશનનું લક્ષણ હોય છે. 

- બાળક લાંબા સમય સુધી તડકામાં રમે તો તેને માથામાં દુખાવો અને ચક્કર આવવા જેવી સ્થિતિ રહી શકે છે તે પણ ડિહાઇડ્રેશન ના કારણે હોઈ શકે છે. 

- નાના બાળકો રડે અને તેની આંખમાંથી આંસુ ન નીકળે તો શક્ય છે કે તેના શરીરમાં પાણી ઘટી રહ્યું છે.

- જો બાળકમાં ડિહાઇડ્રેશન ગંભીર રીતે વધ્યું હોય તો તેની આંખ ઊંડી ઉતરી જાય છે. 

- જ્યારે તમે બાળકની ત્વચા પર ચપટી ભરો છો તો ત્વચા સંકોચાઈ જાય છે. ત્વચા પર કરચલીઓ દેખાય તો સમજી લેવું કે બાળક ડિહાઈડ્રેટ છે. 

- આ પ્રકારના લક્ષણો બાળકમાં જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. 

લૂથી બાળકને કેવી રીતે બચાવવું ? 

ઉનાળા દરમિયાન બાળકને ડિહાઇડ્રેશન અને લૂથી બચાવવું હોય તો બાળકને થોડી થોડી કલાકે પાણી પીવડાવતા રહો ભલે તેને તરસ ન લાગી હોય. બાળક રમવા બહાર જાય તો તેને પાણીની બોટલ આપો. બાળકને આ વાતાવરણમાં ઢીલા અને સુતરાઉ કપડાં જ પહેરાવો. બાળકો તડકામાં ન રમે તે વાતનું ધ્યાન રાખો. પાણી સિવાય દિવસ દરમિયાન બાળકોને રસદાર ફળ અને તરલ પદાર્થો વધારે પ્રમાણમાં ખવડાવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news