Tamarind water: પેટના દુખાવાને તુરંત મટાડશે આમલીનું પાણી, જાણો કેવી રીતે કરવું તૈયાર
Tamarind water for stomach pain: જો તમારે પેટના દુખાવામાં દવા ન ખાવી હોય તો ખાટી આમલી દવા જેવું કામ કરી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ખાટી આમલી પેટના દુખાવામાં દવા જેવું કામ કરી શકે છે. આજે તમને પેટનો દુખાવો મટાડે તેવું આમલીનું પાણી તૈયાર કરવાની રીત જણાવીએ.
Trending Photos
Tamarind water for stomach pain: ઘણા લોકોને અપચાના કારણે વારંવાર પેટનો દુખાવો રહેતો હોય છે. ખાવા પીવામાં કંઈ પણ ફેરફાર થઈ જાય તો પેટમાં દુખાવો થવા લાગે છે. ઘણી વખત પેટનો દુખાવો એટલો વધારે હોય કે લોકો દવા ખાઈને રાહત મેળવી લેતા હોય છે. પરંતુ જો તમારે પેટના દુખાવામાં દવા ન ખાવી હોય તો ખાટી આમલી દવા જેવું કામ કરી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ખાટી આમલી પેટના દુખાવામાં દવા જેવું કામ કરી શકે છે.
ખાટી આમલી વિટામિન ઈ, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમલી દરેક ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આમલીનો ઉપયોગ રસોઈમાં પણ કરવામાં આવે છે. આ આમલીનો એક ઘરેલુ નુસખો આજે તમને જણાવીએ. આ નુસખો અજમાવશો તો પેટનો દુખાવો ગણતરીની મિનિટોમાં જ દૂર થઈ જશે.
પેટનો દુખાવો હોય, અપચો હોય, ગેસ થયો હોય કે એસીડીટી હોય તેનાથી છુટકારો મેળવવો હોય તો આ રીતે આમલીનું પાણી તૈયાર કરી લેવું. આ રીતે તૈયાર કરેલું આમલીનું પાણી પીવાથી ગણતરીની મિનિટોમાં જ પેટ સંબંધિત આ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આમલીનું પાણી બનાવવાની રીત
જો પેટનો દુખાવો અસહ્ય હોય તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આંબલીની છાલનો પાવડર, સિંધવ મીઠું અને એક ચમચી મધ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણનું સેવન કરો. આ પાણી પીધા પછી થોડી મિનિટ સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં. થોડી જ વારમાં પેટનો દુખાવો મટી જશે.
ઘણી વખત પેટના દુખાવાની સાથે ઝાડાની સમસ્યા પણ થઈ જાય છે. આ તકલીફમાં પણ આમલીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે 100 ગ્રામ આમલીના પાનને બે ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી એક ગ્લાસ જેટલું બચે એટલે ગેસ બંધ કરી તેને ગાળી લો આ પાણી હુંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.
ગેસ થયો હોય તો આમલીના ઝાડની છાલનો પાવડર બે ચમચી લેવો અને તેમાં થોડા કાળા મરી મિક્સ કરી દેવા. હવે આ મિશ્રણને છાશમાં ઉમેરીને પી લેવું. તેનાથી પણ પેટની સમસ્યા મટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે