ભારતમાં લગભગ 15.20 કરોડ બાળકો કરે છે બાળ મજૂરી, 10માંથી 6 ખેતરમાં કરે છે કામ

ક્રાઈ દ્વારા વર્ષ 2016માં 2011માં જાહેર થયેલી વસતી ગણતરીના આંકડાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, 18 વર્ષની નાની ઉંમરના 62.5 ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે 
 

ભારતમાં લગભગ 15.20 કરોડ બાળકો કરે છે બાળ મજૂરી, 10માંથી 6 ખેતરમાં કરે છે કામ

નવી દિલ્હીઃ ભારતમાં બાળ મજૂરી કરતા મોટાભાગના બાળકો કોઈ ફેક્ટરી કે વર્કશોપમાં કામ કરતા નથી. તેઓ શહેરી વિસ્તારોમાં ઘરેલી નોકર કે ગલીઓમાં લારીમાં સામાન વેચવાનું પણ કામ કરતા નથી, પરંતુ સૌથી વધુ બાળકો ખેતરોમાં કામ કરે છે. તેઓ ખેતરમાં વાવાણી, કાપણી, ઊભા પાક પર દવા છાંટવી, ખાતર નાખવું, પશુઓ અને છોડની દેખભાળ કરવી જેવા કામ કરે છે. ભારતમાં બાળકો માટે કામ કરતી સંસ્થા ક્રાઈએ આ માહિતી આપી છે. 

આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિવસ પ્રસંગે આપેલા એક નિવેદનમાં સંસ્થાએ 2011ની વસતીગણતરીના આધારે 2016માં તેના દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, "દેશમાં 18 વર્ષની નાની ઉંમરના 62.5 ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે. કામ કરતા 4.03 કરોડ બાળકો અને કિશોરોમાંથી 2.52 કરોડ બાળકો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે." 

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (International Labour Organisation-ILO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં લગભગ 15.20 કરોડ બાળકો બાળ મજૂરી કરે છે. બાળ મજૂરી કરતા દર 10માંથી 7 બાળક ખેતી કે તેની સાથે સંકળાયેલા વ્યવસાયમાં કામ કરે છે. એટલે કે ભારતમાં 60 ટકા કરતા વધુ બાળકો ખેતીના વ્યવસાય સાથે સંબંધિત કાર્યોમાં બાળ મજૂરી કરે છે. સંસ્થાના અનુસાર સમગ્ર દુનિયામાં ખેતી બીજો સૌથી ખતરનાક વ્યવસાય છે. 

भारत में लगभग 15.20 करोड़ बच्चे करते हैं बाल मजदूरी, 10 में से 6 खेतों में करते हैं काम

ક્રાઈના આંકડા અનુસાર, ભારતના કેટલાક રાજ્યોમાં બાળ મજૂરીનો આંકડો દેશની સરેરાશ કરતાં પણ વધુ છે. ભારતમાં 5-19 વર્ષના કુલ 4.03 કરોડ બાળકો અને કિશોરો બાળ મજૂરી કરીને ઘર-પરિવારને ગુજરાનમાં મદદ કરે છે. જેમાંથી 62 ટકા છોકરા અને 38 ટકા છોકરીઓ છે. ક્રાઈના વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે, ખેતરોમાં મજૂરી કરતા મોટાભાગના બાળકો અભ્યાસ કરતા નથી. એટલે કે, બાળ મજૂરી કરતા દર 4 બાળકમાંથી 3 બાળક પાસેથી તેનો શિક્ષણનો અધિકાર છીનવી લેવામાં આવે છે. 

ક્રાઈના અનુસાર બાળકોના કામ અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવામાં ઘણા બધા પડકારો છે. 2011ની વસતી ગણતરીના આંકડા અનુસાર, શિક્ષણનો અધિકાર કાયદાની જોગવાઈ છતાં પણ ખેતરોમાં મજૂરી કરતા બહુ ઓછા બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news