સ્પેશિયલ ટ્રેનથી બેંગલુરુ પહોંચેલા 19 લોકોને કર્ણાટક સરકારે પાછા મોકલી દીધા, જાણો કારણ

દિલ્હીથી એક વિશેષ ટ્રેનથી ગુરુવારે સવારે બેંગલુરુ પહોંચનારા મુસાફરોમાંથી 19 મુસાફરોને કર્ણાટક સરકારે પાછા દિલ્હી મોકલી દીધા. કર્ણાટક સરકારનું કહેવું છે કે આ લોકોએ ક્વોરન્ટાઈનમાં જવાની ના પાડી દીધી અને ત્યારબાદ તેમને પાછા મોકલી દેવાયા. 
સ્પેશિયલ ટ્રેનથી બેંગલુરુ પહોંચેલા 19 લોકોને કર્ણાટક સરકારે પાછા મોકલી દીધા, જાણો કારણ

બેંગલુરુ: દિલ્હીથી એક વિશેષ ટ્રેનથી ગુરુવારે સવારે બેંગલુરુ પહોંચનારા મુસાફરોમાંથી 19 મુસાફરોને કર્ણાટક સરકારે પાછા દિલ્હી મોકલી દીધા. કર્ણાટક સરકારનું કહેવું છે કે આ લોકોએ ક્વોરન્ટાઈનમાં જવાની ના પાડી દીધી અને ત્યારબાદ તેમને પાછા મોકલી દેવાયા. 

રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી 12 જણાએ સિકંદરાબાદ, બે ગુંટાકલ, ચાર અનંતપુર અને એક જણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતરવાનો નિર્ણય લીધો છે. 

બેંગલુરુ મહાનગર પાલિકાના અધિકારીઓના હવાલે રેલવેએ જણાવ્યું કે દિલ્હીથી ગુરુવારે 543 મુસાફરો અહીં પહોંચ્યા હતાં. મર્યાદિત સંખ્યામાં ટ્રેનોનું પરિચાલન શરૂ થયા બાદ કર્ણાટક પહોંચનારી આ પહેલી ટ્રેન હતી. સરકારના નિર્ણય મુજબ કોરોના વાયરસના ફેલાતો અટકાવવાના ઉપાય હેઠળ ટ્રેનથી આવેલા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન સેન્ટર મોકલવામાં આવશે. 

રેલવેએ કહ્યું કે લગભગ 140 મુસાફરો ક્વોરન્ટાઈનમાં જવા માટે રાજી થયા નહીં. તેમણે તેને લઈને વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ મુસાફરો ક્વોરન્ટાઈન સેન્ટરમાં જવાની ના પાડતા જોઈ શકાય છે. મુસાફરો ટોળામાં ઊભા છે, તાલીઓ વગાડી રહ્યાં છે અને નારેબાજી કરી રહ્યાં છે 'ક્વોરન્ટાઈન'માં નહીં. 

જુઓ LIVE TV

રેલવેએ જણાવ્યું કે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને રેલવે અધિકારીઓ દ્વારા ચર્ચા બાદ તેમાથી મોટાભાગના ક્વોરન્ટાઈનમાં જવા માટે રાજી થયા. નિવેદન મુજબ તેમાંથી 19 લોકોએ પાછા જવાનો નિર્ણય લીધો અને બહુ ઓછા સમયમાં રેલવેએ તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરી. તથા દિલ્હી જનારી એક ટ્રેનમાં વધારાનો કોચ લગાવ્યો. તેઓ ટિકિટનું ભાડું આપવા માટે પણ સહમત થઈ ગયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news