VIDEO: 6 મહિનાની બાળકીને કચરાના ઢગલામાં ફેંકી ગયા માતા-પિતા, મળી આવી હાલતમાં

મુરાદાબાદ જનપદના કુંદરકી થાણા ક્ષેત્રના ભિકનપુર કુલવાડા ગામમાં બની આ ઘટના 

VIDEO:  6 મહિનાની બાળકીને કચરાના ઢગલામાં ફેંકી ગયા માતા-પિતા, મળી આવી હાલતમાં

મુરાદાબાદ : સરકાર બાળકીઓને બચાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે પણ જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થવાનો. આજે પણ દેશમાં દીકરીઓને બોજ સમજતા લોકોની કમી નથી. આવો જ એક મામલો સામે આવ્યો છે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં. મુરાદાબાદ જનપદના કુંદરકી થાણા ક્ષેત્રના ભિકનપુર કુલવાડા ગામની પોલીસ કચરાના ઢગલામાંથી મળી આવેલી 6 મહિનાની બાળકીની કસ્ટડી લીધી છે. 

પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ છ મહિનાની માસુમ બાળકીના પરિવારજનો તેને રસ્તાના કિનારે કચરાના ઢગલામાં છોડીને ફરાર થઈ ગયા હતા. આ બાળકીનો રોવાનો અવાજ સાંભળીને સ્થાનિય લોકોએ તેને પોલીસના હવાલે કરી હતી. હાલમાં આ બાળકી શારીરિક રીતે સ્વસ્થ દેખાઈ રહી છે. ભિકનપુર કુલવાડા ગામમાં મુરાદાબાદ-આગરા હાઇવે નજીક મળેલી બાળકીને હોસ્પિટલ પહોંચાડી દીધી છે. 

હાલમાં પોલીસ બાળકીના પરિવારની તપાસ કરવા માટે સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે. આ બાળકીને સારવાર પછી ચાઇલ્ડ લાઇન મોકલવાની તૈયારી ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news