Aaditya Thackeray Patna: આદિત્ય ઠાકરેએ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત, કહ્યું કે....

Aaditya Thackeray News: તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરવા માટે આદિત્ય ઠાકરે પટના પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે ઘણા સવાલો પર જવાબ આપ્યો હતો. 

Aaditya Thackeray Patna: આદિત્ય ઠાકરેએ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત, કહ્યું કે....

પટનાઃ શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) બુધવારે પટના પહોંચ્યા હતા. સૌથી પહેલા તે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સાથે મુલાકાત કરવા માટે તેમના આવાસ પહોંચ્યા. અહીં બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. આ તકે પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ પણ હાજર રહ્યા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે તે પ્રથમવાર અહીં આવી રહ્યાં છે. અહીં જે સ્વાગત થયું છે, પ્રેમ મળ્યો છે તે શાનદાર છે. 

આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેજસ્વી યાદવ સાથે ઘણીવાર વાત થઈ છે. પ્રથમવાર મુલાકાત થઈ છે. સારી મિત્રતા બની રહે. આ દોસ્તી આગળ પણ ચાલશે. એક સાથે કામ કરીશું. બધા યુવાઓએ એક સાથે આવવું જોઈએ. તમે જુઓ તો અમારી ઉંમર લગભગ એક સમાન છે. મુંબઈમાં બિહારીઓ પર હુમલા થાય છે આ સવાલના જવાબમાં આદિત્યએ ભાજપ પર હુમલો કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ ભાજપ કરાવે છે. 

— ANI (@ANI) November 23, 2022

નીતિશ અને તેજસ્વીની કરી પ્રશંસા
આદિત્ય ઠાકરેએ આગળ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની પ્રશંસા કરતા કહ્યુ કે બિહારમાં કામ સારૂ ચાલી રહ્યું છે. નીતિશ કુમાર સાથે પણ મુલાકાત થઈ છે. અલગ-અલગ વિષય પર ચર્ચા થી. પર્યાવરણ છે, વિકાસ છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે જે પણ યુવા આ દેશ માટે કામ કરવા ઈચ્છે છે, મોંઘવારી વિરુદ્ધ કામ કરવા ઈચ્છે છે, રોજગાર, બંધારણ માટે કામ કરવા ઈચ્છે છે, તે બધા જો વાત કરશે તો દેશમાં કંઈ સારૂ કરી શકશે. આજની સૌથી મહત્વની વાત મુલાકાત કરવાની હતી. આ દોસ્તી આગળ ચાલતી રહેશે. રાજનીતિ કરવી જરૂરી નથી. કામ કરવું હોય તો ગમે તે કરી શકે છે. 

તેજસ્વી યાદવે શું કહ્યું?
તો આ મુલાકાતને લઈને તેજસ્વી યાદવે કહ્યુ કે જ્યારે કોઈ યુવા પોલિસી મેકિંગ અને ડિસીઝન મેકિંગમાં આવે છે અને નેતૃત્વ કરે છે તો મોટી ખુશીની વાત છે. અત્યારે પડકાર બંધારણ અને લોકતંત્રને બચાવવાનો છે. તેને બચાવવા માટે અમે લોકો જે થશે તે કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news