દિલ્હી ચીફ સેક્રેટરી ઝપાઝપી કેસ: કેજરીવાલના સલાહકાર વીકે જૈને આપ્યું રાજીનામું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વીકે જૈને રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો પર આરોપ છે કે તેમણે સીએમ કેજરીવાલની હાજરીમાં દિલ્હી સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારઝૂટ કરી હતી. આ મામલામાં કેજરીવાલના સલાહકાર વીકે જૈન મુખ્ય સાક્ષી છે. મારઝૂડના કેસમાં પોલીસે વીકે જૈનને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી હતી. 
દિલ્હી ચીફ સેક્રેટરી ઝપાઝપી કેસ: કેજરીવાલના સલાહકાર વીકે જૈને આપ્યું રાજીનામું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વીકે જૈને રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો પર આરોપ છે કે તેમણે સીએમ કેજરીવાલની હાજરીમાં દિલ્હી સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારઝૂટ કરી હતી. આ મામલામાં કેજરીવાલના સલાહકાર વીકે જૈન મુખ્ય સાક્ષી છે. મારઝૂડના કેસમાં પોલીસે વીકે જૈનને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી હતી. 

વીકે જૈને જ અંશુ પ્રકાશને કેજરીવાલની મીટિંગમાં બોલાવ્યા હતા
દિલ્હી પોલીસના અનુસાર સીએમ કેજરીવાલના ઘરે યોજાયેલી આ બેઠકમાં ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે મારઝૂડ થઇ હતી તેમાં વીકે જૈને જ ફોન કરીને બોલાવ્યા હતા. મારઝૂડના મામલે અંશુ પ્રકાશ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં વીકે જૈનનું નામ પણ સામેલ છે. આ મામલે પોલીસે વીકે જૈનને મુખ્ય સાક્ષી બનાવ્યા છે. 

આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલને જામીન મળ્યા
દિલ્હી હાઇકોર્ટે ગત મહિને દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલાના આરોપમાં ધરપકડ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને અમાનતુલ્લાહ ખાનને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે જામીન અરજી પર ચર્ચા દરમિયાન વિધાનસભાના સભ્યો અને સરકારી કર્મીઓ વચ્ચે વિશ્વાસ ખોટ સ્પષ્ટપણે જોવા મળી. 

ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ જારવાલને જામીન આપતાં કહ્યું 'ભવિષ્યમાં કોઇ અનપેક્ષિત ઘટનાથી બચવા માટે તથા પારદર્શિતા જાળવી રાખવા માટે દિલ્હી સરકારને સલાહ આપી છે કે ધારાસભ્યો અને સરકારી કર્મીઓની બેઠકોની વીડિયોગ્રાફી કરાવવામાં આવે. 

કોર્ટે જારવાલને 50,000 રૂપિયાના નજીવા બોન્ડ અને આ રકમના વધુ બે જામીન ભરવાનો આદેશ આપ્યો.

કોર્ટે જામીન સાથે એ શરત મૂકી છે કે જારવાલ પોતે અથવા અન્ય કોઇના માધ્યમથી ફરિયાદકર્તાને પરેશાન કરવા અથવા ધમકી આપવા જેવી કાર્યવાહી કરે છે તો પોલીસને જામીન રદ કરવાનો અધિકાર છે. 

મુખ્ય સચિવે 19 ફેબ્રુઆરીના રોજ આ આરોપ લગાવ્યો હતો કે આપ ધારાસભ્ય જારવાલ અને અમાનતુલ્લા ખાને મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં મુખ્યમંત્રી આવાસ પર તેમની સાથે મારઝૂડ કરી, જ્યાં ટોચના સરકારી કર્મચારીને ઇમરજન્સી બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news