Corona Vaccine લગાવતાં જ બીજી ભાષામાં બોલવા લાગ્યો માણસ, હર્ષ ગોયનકાએ શેર કર્યો Video

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી 14 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. લોકો તેના પર રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Corona Vaccine લગાવતાં જ બીજી ભાષામાં બોલવા લાગ્યો માણસ, હર્ષ ગોયનકાએ શેર કર્યો Video

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવા માટે પોતાનો અનુભવને એકદમ મજાકિયા અંદાજમાં રજૂ કરી રહ્યો છે. પરંતુ થોડીવાર પછી અચાનક તેનો અવાજ બદલાઇ જાય છે અને તે વ્યક્તિ બીજી ભાષામાં બોલવા લાગે છે. 

'મને સાઇડ ઇફેક્ટ થઇ નથી બોલતાં જ...'
આ વીડિયો બિઝનેસમેન હર્ષ ગોયનકા (Businessman Harsh Goenka) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેમાં એક તરફ ઇંજેક્શન બતાવી રહ્યા છે અને બીજી તરફ એક વ્યક્તિનો ફોટો જોવા મળી રહ્યો છે. ગોયનકાએ કેપ્શન દ્રારા તેને 'ચીની વેક્સીનની અસર' ગણાવી છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે 'કોરોના વેક્સીન લગાવ્યા બાદ તો મને કોઇ સાઇડ ઇફેક્ટ થઇ નથી' પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તેના અવાજમાં ફેરફાર આવવા લાગ્યો છે અને જોતજોતાં જ તે વ્યક્તિ બીજી ભાષામાં બોલાવાનું શરૂ કરી દે છે. 

— Harsh Goenka (@hvgoenka) February 4, 2021

અત્યાર સુધી 14 હજાર લોકોએ જોયો વિડીયો
આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધી 14 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. લોકો તેના પર રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેને બીજી ભાષા શીખવાની સરળ રીત ગણાવી દીધી છે. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે સસ્તા ચાઇનીઝ આઇટમનું રિઝલ્ટ ફની જ હોય છે. જોકે આ એક વાયરલ વીડિયો છે, જેની પુષ્ટિ ઝી ન્યૂઝ કરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news