અમેરિકાથી મુંબઈ આવતી Air India ની ફ્લાઈટમાં પેસેન્જરે કર્યો હોબાળો, પત્નીનું દબાવી દીધું ગળું

Air India: આ વ્યક્તિ અને તેની પત્ની બિઝનસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુંબઈના બિઝનેસમેન છે. જ્યારે ફ્લાઈટનું ટેકઓફ થયું ત્યારથી જ તેમણે ફ્લાઈટ રોકી દેવા હોબાળો શરુ કરી દીધો હતો.

અમેરિકાથી મુંબઈ આવતી Air India ની ફ્લાઈટમાં પેસેન્જરે કર્યો હોબાળો, પત્નીનું દબાવી દીધું ગળું

Air India: અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. ફ્લાઈટ  દરમિયાન એક વ્યક્તિને પેનિક એટેક આવ્યો હતો. જેના કારણે તેણે ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. જ્યારે આ વ્યક્તિને તેની પત્નીએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો તો આ વ્યક્તિએ તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે ફ્લાઈટમાં એક ડોક્ટર સવાર હતા જેની મદદથી ક્રૂ મેમ્બરોએ આ પેસેન્જરને કંટ્રોલ કર્યા અને ફ્લાઈટ સુરક્ષિત રીતે મુંબઈ સુધી પહોંચી.

આ પણ વાંચો:

જાણવા મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ અને તેની પત્ની બિઝનસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુંબઈના બિઝનેસમેન છે. જ્યારે ફ્લાઈટનું ટેકઓફ થયું ત્યારથી જ તેમણે ફ્લાઈટ રોકી દેવા હોબાળો શરુ કરી દીધો હતો. પેનિક એટેકના કારણે પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટ રોકવાની માંગ કરી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવી દીધું.

સદનસીબે ફ્લાઈટમાં એક ડોક્ટર હજાર હતા જેની મદદથી ક્રૂ મેમ્બર્સે પેસેન્જરને શાંત કર્યા. ત્યારબાદ ડોક્ટરે ઈન્જેક્શન લગાવી તેને બેભાન કરી દીધા. ત્યાર પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. 

આ વ્યક્તિના પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવે છે. તેની સારવાર પણ ચાલે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેણે તેની દવાઓ લીધી ન હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news