Marriage: સ્ટેજ પર ચાલી રહી હતી લગ્નની વિધિ, અચાનક આવ્યો પ્રેમી અને દુલ્હન સાથે કરી આવી હરકત

Funny Marriage: આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર જે યુવક લગ્નમાં પહોંચ્યો હતો તેનું નામ રામાશિષ છે. જે યુવતીના લગ્ન થઈ રહ્યા છે આ હતા તેને આ યુવક પ્રેમ કરતો હતો.

Marriage: સ્ટેજ પર ચાલી રહી હતી લગ્નની વિધિ, અચાનક આવ્યો પ્રેમી અને દુલ્હન સાથે કરી આવી હરકત

Funny Marriage: ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એક લગ્ન દરમિયાન ચોકાવનારી ઘટના બની હતી. લગ્ન દરમિયાન જ્યારે સ્ટેજ ઉપર વર અને કન્યા વચ્ચે જયમાલાની વિધિ થઈ રહી હતી ત્યારે અચાનક જ એક યુવક મંડપમાં પહોંચી ગયો અને યુવતીને પકડીને તેના સેથામાં સિંદૂર પૂરી દીધું. આ ઘટના જોઈને વર અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા અને યુવકને પકડી તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો:

આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર જે યુવક લગ્નમાં પહોંચ્યો હતો તેનું નામ રામાશિષ છે. જે યુવતીના લગ્ન થઈ રહ્યા છે આ હતા તેને આ યુવક પ્રેમ કરતો હતો. આ સમગ્ર ઘટના એક તરફી પ્રેમની હોવાનું કહેવામાં આવી રહ્યું છે યુવતીના લગ્ન નક્કી થયા ત્યારે યુવક ગામમાં ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને ખબર પડી કે યુવતી ના લગ્ન થઈ રહ્યા છે. 

બીજી તરફ લગ્ન માટે ધામધૂમથી જાન લગ્ન સ્થળ સુધી પહોંચી હતી અને લગ્ન મંડપમાં લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા એકબીજા સાથે લગ્નની વિધિ કરી રહ્યા હતા. જ્યારે સ્ટેજ પર આવેલી દુલ્હનને વરરાજા વરમાળા પહેરાવવા ગયા ત્યારે પ્રેમી લગ્ન મંડપમાં ધસી આવ્યો અને યુવતીના માથામાં સિંદૂર લગાડી દીધું. ત્યાર પછી યુવકે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકોએ તેને પકડી લીધો અને ઢોર માર્યો. ત્યાર પછી યુવકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો. પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધ અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 

આ ઘટના એક તરફી પ્રેમની હતી તેમ છતાં યુવતીના લગ્ન તૂટી ગયા. ઘટના પછી લગ્ન વિના જ જાન પાછી ફરી ગઈ. જોકે આ મામલે કન્યા પક્ષના લોકોએ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news