ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી AIIMSમાંથી રજા અપાઈ, 18 ઓગસ્ટે થયા હતાં દાખલ

ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીની એમ્સમાંથી આજે રજા આપવામાં આવી. અમિત શાહ કોરોના સંક્રમણથી ઠીક થયા બાદ 18 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતાં.

ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી AIIMSમાંથી રજા અપાઈ, 18 ઓગસ્ટે થયા હતાં દાખલ

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને દિલ્હીની એમ્સમાંથી આજે રજા આપવામાં આવી. અમિત શાહ કોરોના (Corona Virus) સંક્રમણથી ઠીક થયા બાદ 18 ઓગસ્ટના રોજ એમ્સ (AIIMS) માં દાખલ થયા હતાં. આજે સવારે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. આ અગાઉ શનિવારે એમ્સ પ્રશાસને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ હવે બિલકુલ સાજા થઈ ગયા છે. જલદી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. 

— ANI (@ANI) August 31, 2020

2 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. 

ત્યારબાદ ડોક્ટરોની સલાહ પર હોમ આઈસોલેશનમાં ગયા હતાં. પરંતુ કોરોના સંક્રમણથી મુક્ત થયા પછી થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ ફરીથી 18 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતાં. ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલથી જ મંત્રાલયનું કામકાજ કરતા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news