અમિત શાહ કોરોનાથી થયા સ્વસ્થ, જલ્દી મળી શકે છે એમ્સમાંથી રજા

કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એમ્સમાં દાખલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વસ્થ થઇ ગયા છે. તેમને જલદી એમ્સમાંથી રજા આપવામાં આવી શકે છે. હોસ્પિટલના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે.
અમિત શાહ કોરોનાથી થયા સ્વસ્થ, જલ્દી મળી શકે છે એમ્સમાંથી રજા

નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એમ્સમાં દાખલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વસ્થ થઇ ગયા છે. તેમને જલદી એમ્સમાંથી રજા આપવામાં આવી શકે છે. હોસ્પિટલના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે.

તમને જણાવી દઇએ કે, અમિત શાહે 2 ઓગસ્ટના ટ્વિટર પર કહ્યું હતું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારબાદ ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યાંથી સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.

— ANI (@ANI) August 29, 2020

પરંતુ ત્યારબાદ ફરી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવા પર તેમને 18 ઓગસ્ટના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સના શનિવારના એક નિવેદનમાં જાહેર કર્યું છે કે, અમિત શાહ હવે સાજા થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી જલ્દી રજા આપવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news