અમિત શાહનો પડકાર, 'અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે વિપક્ષ, અમે સામનો કરવા તૈયાર'

બીજેપી અધ્યક્ષે જણાવ્યું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ 

અમિત શાહનો પડકાર, 'અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે વિપક્ષ, અમે સામનો કરવા તૈયાર'

ગૌહાટી : ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિત શાહે ભાજપના બુથ પ્રમુખોની એક રેલીને સંબોધન આપતા કહ્યું છે કે હું વિપક્ષને પડકાર આપું છું કે સંસદમાં મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવે. અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર છે કારણ કે સરકાર પાસે પૂર્ણ બહુમત છે. 

ભાજપ અધ્યક્ષે કહ્યું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ પણ વિપક્ષ સંસદની કાર્યવાહીને ચાલવા દેવા નથી માગતો. આ સાથે જ અમિત શાહે 2019ની લોકસભાની ચૂંટણીમાં પુર્વોત્તરના 25 સંસદીય ક્ષેત્રોમાંથી 21 પર જીત મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું અને પાર્ટી કાર્યકરોને આ લક્ષ્યની પ્રાપ્તિની દિશામાં કામ કરવાનું કહ્યં છે. 

— ANI (@ANI) March 24, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂતી પ્રદાન કરવા માટે ભાજપ પૂર્વોત્તરથી વધારેને વધારે સીટ જીતે એ આવશ્યક છે જેથી ક્ષેત્રમાં વિકાસના કાર્યોને ચાલુ રાખી શકાય.  પાર્ટી પ્રમુખે અસમ એકમને પણ નેટવર્કનો વિસ્તાર વધારવાનં કહી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news