જો ગઠબંધન બન્યું તો સોમવારે માયાવતી, મંગળવારે અખિલેશ હશે PM: શાહ

વિપક્ષ સત્તામાં આવશે તો અઠવાડીયાનાં સાતે દિવસ વડાપ્રધાન બદલાતા રહેશે અને તેઓ શનિ રવિ દેશ ઠપ્પ કરી દેશે

જો ગઠબંધન બન્યું તો સોમવારે માયાવતી, મંગળવારે અખિલેશ હશે PM: શાહ

કાનપુર : ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે વિપક્ષી દળોને પોતાનાં વડાપ્રધાન પદનાં ઉમેદવારની જાહેરાત કરવાની માંગ કરતા પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ સાબિત થવા જઇ રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને આટલા મોટા પ્રમાણમાં સીટો જીતાડો કે વિરોધીઓનાં હૃદય ધબકારો ચુકી જાય.

અમિત શાહે અહીં ભાજપ બુથાધ્યક્ષોના સમ્મેલનમાં ઉત્તરપ્રદેશમાં થયેલ સપા-બસપા ગઠબંધન અને રાષ્ટ્રીય સ્તર પર એક થઇ રહેલ મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષ જણાવે કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવારકોણ છે. સાંભળી લો, જો ગઠબંધનની સરકાર બની તો સોમવારે માયાવતી અને મંગળવારે અખિલેશ યાદવ, બુધવારે મમતા, ગુરૂવારે શરદ પવાર, શુક્રવારે દેવગોડા વડાપ્રધાન બનશે. શનિ અને રવિવારે દેશમાં રજા રાખવામાં આવશે. આ લોકો પરિવર્તન કરવા ગયા છે અને નેતાની ખબર નથી. 

ભાજપનાં 4B
શાહે કહ્યું કે, ભાજપનાં 4બી છે. બઢતા ભારત, બનતા ભારત, જે ગઠબંધન કરી રહ્યા છે તેમનાં પણ 4બી છે બુવા, ભતીજા, ભાઇ અને બહેન. આ લોકોની સરકાર દેશને આગળ લઇ જઇ શકશે નહી. અમે ઇચ્છીએ છીએ કે મોદીજીનાં નેતૃત્વમાં એક મજબુત સરકાર બને. વિપક્ષી દળો ઇચ્છે છે કે મજબુર સરકાર બને. 

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, હું કાર્યકર્તાઓને અપીલ કરૂ છું કે આ લડાઇ દેશનાં માટે મહત્વપુર્ણ છે.આ લડાઇ જીતવી ભાજપ સાથે સાથે ભારત માટે પણ તેટલી જ જરૂરી છે. અમારા કાર્યકર્તા 50 ટકા લડાઇ જીતીને જ આવશે. સીટોની સંખ્યા એવી હોય કે વિરોધીઓનાં હૃદય થડકારો ચુકી જાય. તેમણે એનઆરસી મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ચૂંટણીમાં જતા પહેલા ગટભંધનનાં તમામ નેતાઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે. અમે ફરી સત્તામાં આવીશું તો કાશ્મીરથી કન્યા કુમારી સુધી એક-એક ઘુસણખોરને વીણી વીણીને બહાર કાઢીશું. 

અમિત શાહે કહ્યું કે, તેઓ કોંગ્રેસનાં તમામ નેતાઓને આહ્વાન કરવા માંગે છે કે રામ જન્મભુમિનું નામ લેવાનો તમારો કોઇ અધિકાર નથી. તેઓ ઉત્તરપ્રદેશની જનતાને કહેવા આવ્યા છે કે રામ જન્મભુમિ પર ભવ્ય રામ મંદિર ઝડપથી બને તેના માટે ભાજપ કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, રામ જન્મભુમિ ન્યાસની 42 એકર જમીન કોંગ્રેસ સરકારે અધિગ્રહીત કરી હતી. ન્યાસે આ જમીન પાછી માંગી છે. તો અમે તેનો નિર્ણય કરી લીધો. આ ખુબ જ મોટો નિર્ણય છે. વડાપ્રધાન મોદીનો સાધુવાદ છે કે તેમણે આટલું મોટુ પગલું ઉઠાવ્યું. અમે આશા કરીએ છીએ કે ઝડપથી અયોધ્યા મુદ્દાનો ઉકેલ આવે અને શ્રીરામ પોતાનાં ભવ્ય મંદિરમાં વિરાજમાન થઇને જનતાનું કલ્યાણ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news