અમૃતસર: નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશકનું મોત, FIR નોંધાઇ

ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશક સુખદેવ કુમારનું પણ મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ સ્ટેજ પાસે ફેંકવામાં આવ્યો હતો જ્યાં કુમાર ધાર્મિક સભા કરી રહ્યાં હતા

અમૃતસર: નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશકનું મોત, FIR નોંધાઇ

અમૃતસર: અમૃતસરના નિરંકારી ભવનમાં એક ધાર્મિક કર્યક્રમમાં ભેગા થયેલા લગભગ 200 શ્રદ્ધાળુઓને તે સમયે જેમનો જીવ બચાનવીને ભાગવું પડ્યું હતું, જ્યારે ત્યાં રવિવારે મોટરસાઇકલ પર સવાર બે શખ્સો દ્વારા એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. નિરંકારીઓ પર થયેલા હુમલા બાદ ઘટનાના દ્રશ્યોને યાદ કરતા સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેઓ ગભરાટમાં અને વધુ આઘાત છે. તેમણે જણાવ્યું હતું કે અમૃતસરની બહારના વિસ્તારમાં આવેલા આ ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવતા પહેલા સુધી આ રવિવારની સામાન્ય સભા હતી.

અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ

સિમરનજીત કૌરે પરિસરની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, ‘દરેક રવિવાર હું ભવનમાં સેવા આપવાનું કાર્ય કરું છું. હું તે સમયે મંચની પાસે ડ્યૂટી પર હતી જ્યારે મેં એક યુવકેને કઇંક ફેંકતા અને ભાગતા જોયો હતો. તેનો ચહેરો ઢાંકવામાં આવ્યો હતો. દરેક પોતાના જીવન બચાવવા માટે ભાગી રહ્યાં હતાં.’ એક વ્યક્તિએ જણાવ્યું કે તેમની દિકરી પ્રવેશદ્વાર પર તૈનાત હતી. ‘તેણે મને જણાવ્યું કે, બે લોકો ત્યાં આવ્યાં અને મને પિસ્તોલ બતાવી જેનાથી તે ખુબ જ ડરી ગઇ હતી.’

ભવનની અંદર હાજર એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘મેં વિસ્ફોટ બાદ ઘટના સ્થળ પર લોહી જોયું હતું. પરંતુ મેં હુમલાખોરને જોયો ન હતો.’ ગુરપ્રીત સિંહ નામના એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે તે ભવનની પાસે જ રહે છે. તમણે કહ્યું કે ‘જ્યારે હું ત્યાં પહોંચ્યો, મે જોયું કે ઘાયલ લોકોને એમ્બ્યૂલન્સોમાં હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.’

સુખદેવ કુમારનું મોત
ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશક સુખદેવ કુમારનું પણ મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ સ્ટેજ પાસે ફેંકવામાં આવ્યો હતો જ્યાં કુમાર ધાર્મિક સભા કરી રહ્યાં હતા. જો કે, ત્યાં હાજર લોકો કહે છે કે કુમાર હુમલાખોરોના નિશાના પર હોઇ શકે છે કારણ કે તે સ્ટેજ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો જ્યાં તેઓ સત્સંગ કરી રહ્યા હતા. આ ઘટના બાદ કુમારના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેઓ મીરાકોટ ગામના રહેવાસી છે. તે ઘટના સ્થળથી બે કિલોમીટરથી દુર આવેલું છે.

એફઆઈઆર નોંધવામાં આવી
આ મામલામાં અત્યાર સુધીમાં એક એફઆઇઆર નોંધવામાં આવી છે. સ્થળના મુખ્ય ગેટ પર તૈનાત નિરંકારી પંથના સ્વયંસેવક ગગનના નિવેદન પર આ એફઆઇઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ હુમલામાં મુખ્ય ઉપદેશક સહિત ત્રણના મોત થયા છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. અમૃતસરના રાજાસાંસીની નજીક આવેલા અદલીવાળા ગામમાં નિરંકારી ભવનમાં નિરંકારી ધર્મની ધાર્મિક સભા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. આ સ્થળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news