14 વર્ષના અર્જુન ભાટીએ યુએસ કિડ્સ વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી રચ્યો ઈતિહાસ

અર્જુન ભાટી છેલ્લા ત્રણ વર્ષથી પોતાના વયજૂથમાં ભારતીય ગોલ્ફ ચેમ્પિયન છે 

14 વર્ષના અર્જુન ભાટીએ યુએસ કિડ્સ વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ 14 વર્ષના અર્જુન ભાટીએ ગોલ્ફની દુનિયામાં એક વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. ગ્રેટર નોઈડા ઉત્તરપ્રદેશના અર્જુન ભાટીએ યુએસ કિડ્સ વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મલેશિયાના જોર બારૂ શહેરમાં 19થી 21 ડિસેમ્બર દરમિયાન રમાયેલી આ સ્પર્ધામાં અર્જુને આ વિક્રમ બનાવ્યો છે. અર્જુન ઉપરાંત આ સ્પર્ધામાં નોએડાના જ બે અન્ય ખેલાડી પાબ્લો સુંદરમ (15-16 વર્ષ)એ છઠ્ઠું અને પર્ણિકા શર્મા (9-10 વર્ષ)એ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. 

અર્જુને પ્રથમ દિવસે ચાર ઓવરમાં 76નો સ્કોર બનાવ્યો હતો. બીજા દિવસે માતેર બે ઓવર કરતાં તેણે 74નો સ્કોર બનાવી લીધો હતો. અક્સલમા સાથે તેનો સ્કોર ટાઈ થયો હતો. ત્રીજા દિવસે શુક્રવારે અર્જુને (શૂન્ય ઓવર) એક પણ ભૂલ કર્યા વગર 72નો સ્કોર બનાવીને ટાઈટલ જીતી લીધું હતું. આ રીતે અર્જુને અમેરિકાના અક્સલ માને માત્ર ત્રણ શોટમાં જ હરાવી દીધો હતો. 

વિશ્વના નંબર-1 ગોલ્ફર બનવું છે 
ગયા વર્ષે પણ અર્જુને 12-13 વર્ષના વર્ગમાં ચેમ્પિયનશિપ જીતી હતી. ત્રણ વર્ષથી અર્જુન બી વર્ગમાં સતત ભારતમાં ચેમ્પિયન બની રહ્યો છે. 2016માં અર્જુને દક્ષિણ આફ્રિકામાં મેથુ દાનિશને હરાવ્યો હતો. અર્જુન તેણે જીતેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી ઘણો ખુશ છે. 

Arjun Bhati wins US Kids World Golf championship

એનઆઈએના સમાચાર મુજબ 14 વર્ષના અર્જુન ભાટી ઉત્તરપ્રદેશના ગ્રેડર નોએડાની ગ્રેટર વેલી સ્કૂલનો વિદ્યાર્થી છે. તેણે મલેશિયામાં આયોજિત યુએસ કિડ્સ જુનિયર ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ-2018 જીતી છે. આ સ્પર્ધામાં 29 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અર્જુને વિજય બાદ જણાવ્યું કે, "હું દુનિાયનો નંબર એક ગોલ્ફ બનવા માગું છું અને ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની મારી ઈચ્છા છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news