અહીં પૂજાના પંડાલમાં એકસાથે થઇ રહી છે માં દુર્ગાની પૂજા અને અલ્લાહની ઇબાદત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને મહર્ષિ વાલ્મિકીની તપોભૂમિથી સર્વધર્મ સદભાવનનો અનોખો સંદેશ ધર્મના ઠેકેદારોને સમસરતાના પાઠ ભણાવી રહ્યા છે. પવિત્ર શારદીય નવરાત્રિના ભક્તિમય માહોલમાં એક એવો વ્યક્તિ પણ છે, જેને અલ્લાહ સાથે પ્રેમ છે અને ભગવાનમાં પણ એટલી જ શ્રદ્ધા છે.

અહીં પૂજાના પંડાલમાં એકસાથે થઇ રહી છે માં દુર્ગાની પૂજા અને અલ્લાહની ઇબાદત

બગહા: જાતિ અને ધર્મને લઇને સતત વધી રહેલી નફરતની ઘટનાઓ વચ્ચે ભાઇચારા અને સદભાવનાની મનોરમ તસવીરો પણ જોવા મળે છે. પશ્વિમ ચંપારણના બગહામાં શારદીય નવરાત્રિ દરમિયાન કોમી એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. અહીંના પૂજા પંડાલમાં દેવી દુર્ગાની આરાધનાની સાથે નમાજ પણ અદા કરવામાં આવે છે. ગંગા-યમુનાની સંસ્કૃતિને લઇને શરૂથી ઉદાહરણ બનેલા બગહામાં મુસલમાનો હિંદુઓ સાથે મા દુર્ગાની આરતી પણ કરે છે. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને મહર્ષિ વાલ્મિકીની તપોભૂમિથી સર્વધર્મ સદભાવનનો અનોખો સંદેશ ધર્મના ઠેકેદારોને સમસરતાના પાઠ ભણાવી રહ્યા છે. પવિત્ર શારદીય નવરાત્રિના ભક્તિમય માહોલમાં એક એવો વ્યક્તિ પણ છે, જેને અલ્લાહ સાથે પ્રેમ છે અને ભગવાનમાં પણ એટલી જ શ્રદ્ધા છે.

બગહા બજાર નિવાસી અરમાની ખાં નવ દુર્ગા પૂજા સમિતિ, ગોડિયા પટ્ટીના અધ્યક્ષ છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી ઉપવાસ કરી સમાજના કલ્યાણની કામના કરે છે. તે પાંચ ટાઇમ નમાજ પણ પઢે છે. પૂજાની તૈયારીઓ વચ્ચે નમાજ માટે પણ સમય કઍઢે છે અને માતાના દરબારમાંથી જ અલ્લાહ સમક્ષ પોતાની હાજરી લગાવે છે. 

પંડાલ સમક્ષ ફળાહાર કરી નવરાત્રિના વ્રત રાખનાર આ મુસલમાનના દિલમાં હિંદુઓના પર્વ પ્રત્યે પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા છે જેટલી પોતાના ધર્મ પ્રત્યે. આજકાલ પોતાનું ઘર છોડીને મંડપ જ તેમનું ઘર બની ગયું છે. અહીં માની આરાધના પણ કરે છે અને અહીં જ નમાજ પણ અદા કરે છે. અરમાની ખાનની ભક્તિના કારણે બગહાના નવદુર્ગા પૂજા સમિતિએ તેમને અધ્યક્ષની જવાબદારી સોંપી છે. આ જવાબદારીથી અભિભૂત અરમાની ખાન કહે છે, 'હું છેલ્લા ત્રણ વર્ષોથી નવરાત્રિના વ્રત રાખુ છું. રામ-રહીમના દેશની આ તો સુંદરતા છે. હિંદુ ભાઇઓ પ્રત્યે આટલો પ્રેમ અને સહયોગ મળ્યો છે કે ના પૂછો.'

અરમાની કહે છે કે ધર્મ સમાજને જોડવાનો માધ્યમ છે. લગભગ છેલ્લા એક મહિનાથી તે પૂજાની તૈયારીમાં સમિતિ સભ્યો સાથે જોડાયેલા છે. અલ્લાહની ઇબાદત બાદ બપોરે અને સાંજની આરતીમાં ભાગ લે છે. માથા પર ટોપી પરંતુ ચંદનનું તિલક લગાવવાનું ભૂલતા નથી. બગહા જેવા કસ્બા વિસ્તારથી નિકળીને સર્વધર્મ સદભાવનનો સંદેશ મોટા શહેરો જ નહી દેશ અને આખી દુનિયામાં ફેલાવવા જઇ રહ્યા છે. 

બગહાના અરમાની કહે છે કે ધર્મ અને નાતજાતની લડાઇથી ઉપર ઉઠીને આપણે માણસાઇને જ સર્વોચ્ચ ગણો જોઇએ. હું જે સમાજમાં રહું છું, ત્યાં ધર્મને માનનાર લોકો છે. મને મારા ધર્મ પ્રત્યે આસ્થા છે, અન્ય ધર્મોને પણ હું એટલું જ સન્માન આપુ છું. ધર્મ સમાજને જોડે છે, તોડતો નથી. બધા ધર્મ સમાન છે અને એક જ દેવતા એક જ ઇશ્વરની અલગ-અલગ રૂપોમાં પૂજા અને ઇબાદત કરવામાં આવે છે. 

અરમાની ખાનના સહયોગથી બનેલા મોટા પંડાલમાં પૂજા કરનાર પંડિત આચાર્ય રોહિત દ્રિવેદીનું કહેવું છે કે અહીં ના તો કોઇ હિંદુ છે અને ના તો મુસલમાન. બધા જ દુર્ગા ભક્ત હિંદુસ્તાની છે. અહીં મા દુર્ગાની આરાધના કરનાર અરમાની ખાન એકેલા મુસલમાન નથી. અહીંના દરેક મુસલમાનના દિલમાં મા પ્રત્યે આવી જ ભક્તિ છે. બગહાની ધરતીએ ગત વર્ષે મોહરમ અને દશેરાની તારીખ ટકરાયા બાદ પરસ્પર બેસીને મોહરમની તારીખ આગળ વધારી હતી.દશેરા બાદ મોહરમના દિવસે હિંદુ સમાજના લોકો મુસલમાનોની આગતા સ્વાગતામાં જોડાયા હતા. ગત કેટલાક વર્ષોથી પૂજા સમિતિના સભ્યો રહેલા અરમાની ખા ને લગભગ 3 વર્ષ પહેલાં સર્વસંમત્તિથી અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news