મહિલા સિંગરનો અનુ મલિક પર આરોપ, કહ્યું -'હું તને ગાવાની તક આપીશ, તું મને KISS આપ'

સિંગર જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે અનુ મલિકે કર્યું હતું ગેરવર્તન 

મહિલા સિંગરનો અનુ મલિક પર આરોપ, કહ્યું -'હું તને ગાવાની તક આપીશ, તું મને KISS આપ'

મુંબઈ : સિંગર સોના મહાપાત્રાએ કેટલાક દિવસો પહેલા #MeToo મૂવમેન્ટ અંતર્ગત કૈલાશ ખેર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તેણે અનુ મલિકના શોષણખોર અનુભવ વિશે વાત કરી હતી. હવે, અનુ મલિક પર વધુ એક મહિલાએ આરોપ લગાવ્યો છે. સિંગર શ્વેતા પંડિતે ટ્વીટર પર પોતાની #MeToo સ્ટોરી શેર કરતા અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, કઈ રીતે અનુ મલિકે તેને કામ આપવાના બદલામાં કિસની માંગ કરી હતી.

શ્વેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, આ બધું વર્ષ 2001માં થયું હતું, જ્યારે તે માત્ર 15 વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેને આ રીતના શોકિંગ એક્સપીરિયન્સમાંથી પસાર થવું પડ્યું. તેણે પોતાની કહાની શેર કરતા લખ્યું કે, ‘આ મારું #MeToo છે. હું યંગ છોકરીઓને અનુ મલિકથી ચેતતા રહેવાની સલાહ આપું છું. અનુ મલિક તમારો સમય પૂરો થઈ ચૂક્યો છે.’ તે પછી તેણે સોના મહાપાત્રાનું નામ લેતા તેને પોતાની કહાણી શેર કરવા માટે અભિનંદન આપ્યા.

— Shweta Pandit (@ShwetaPandit7) October 17, 2018

શ્વેતાએ જણાવ્યું કે વર્ષ 2000માં તેને મોહબ્બતેંની લીડ સિંગરમાં લોન્ચ કરાઈ હતી. એ સમયે તે સૌથી યંગ સિંગર હતી. તેના ગીત હિટ થયા તો તેને ઈન્ડસ્ટ્રીમાંથી ઓફર્સ આવવા લાગી. એક દિવસ અનુ મલિકના એ સમયે મેનેજર રહેલા મુસ્તફાએ તેને કોલ કર્યો અને ગાવાની ઓફર આપી. તેના માટે શ્વેતાને એમ્પાયર સ્ટૂડિયો આવવા કહેવામાં આવ્યું. તે પોતાની મા સાથે ત્યાં પહોંચી, એ સમયે અનુ મલિક ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ માટે ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. શ્વેતાને નાની કેબિનમાં રાહ જોવા કહેવામાં આવ્યું. કેબિનમાં બંને એકલા હતા. અનુ મલિકે શ્વેતાને મ્યૂઝિક વિના ગાવા કહ્યું. શ્વેતાએ ગીત ગાયું અને અનુ મલિક તેનાથી ઈમ્પ્રેસ થયા. શ્વેતાએ આગળ જણાવ્યું કે, ‘તેમણે મને કહ્યું કે, હું ઘણું સારું ગાઉં છું. તે પછી અનુ મલિકે મને કહ્યું કે, હું સનિધિ ચૌહાણ અને શાન સાથે તને આ ગીત આપીશ, પરંતુ પહેલા મને કિસ આપ. તે પછી તે હસી પડ્યા. તે સૌથી ડરામણું હાસ્ય હતું. તેમની વાત સાંભળીને હું ડરી ગઈ. મારો ચહેરો પીળો પડી ગયો. એ સમયે તે માત્ર 15 વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી. એવામાં તેના પર શું અસર થઈ હશે, તે કોઈ વિચરી પણ ન શકે.’

શ્વેતાએ જણાવ્યું કે, અનુ મલિક વર્ષોથી તેમના પરિવારને જણતા હતા અને ત્યાં સુધી કે તે તેના પિતા મંધીરને ભાઈ કહીને બોલાવતા હતા. તેમ છતાં અનુ મલિકે તેની સાથે આવી હરકત કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news