જ્યારે પ્લેનમાં યુવકે ગુલાબનું ફૂલ આપીને Girlfriend ને પૂછ્યું 'વિલ યૂ મેરી મી'

ઇંડિગો એરલાઇનની ઇંદોરથી ગોવા જનારી ઉડાનમાં દરમિયાન સ્થાનિક દેવી અહિલ્યાબાઇ હોલકર હવાઇ મથક પર અનોખું દ્વશ્ય સામે આવ્યું જ્યારે બોર્ડિંગ સમયે એક યુવકે વિમાનના આંતરિક જાહેરાત સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની ફિયાન્સ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. 

જ્યારે પ્લેનમાં યુવકે ગુલાબનું ફૂલ આપીને Girlfriend ને પૂછ્યું 'વિલ યૂ મેરી મી'

ઇંદોર: ઇંડિગો એરલાઇનની ઇંદોરથી ગોવા જનારી ઉડાનમાં દરમિયાન સ્થાનિક દેવી અહિલ્યાબાઇ હોલકર હવાઇ મથક પર અનોખું દ્વશ્ય સામે આવ્યું જ્યારે બોર્ડિંગ સમયે એક યુવકે વિમાનના આંતરિક જાહેરાત સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની ફિયાન્સ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. આ રોમેન્ટિક ઘટનાનો વીડિયો સોમવારે (21 મે)ના રોજ સોશિયલ મીડિયા પર સામે આવ્યો. પરંતુ વિમાનમાં આ પ્રકારની પરવાનગી આપવાને લઇને સુરક્ષા અને સાવધાનીની દ્વષ્ટિએ વૈધાનિક સવાલ ઉભા થઇ રહ્યા છે. 

ઇંદોર-ગોવા ઉડાન
સ્થાનીક હવાઇ મથકની નિર્દેશક અર્યમા સાન્યાલે જણાવ્યું કે આ દ્વશ્ય ઇંડિગો એરલાઇન્સની ઇંદોર-ગોવા ઉડાનમાં રવિવારે (20 મે)ના રોજ જોવા મળ્યું હતું. જોકે તેમણે ઉડાન સંખ્યા અને ઇંદોરથી તેના રવાના થવાનો સમયનો હાલ ખુલાસો કર્યો નથી. તેમણે જણાવ્યું કે એક યુવકે પહેલાં એયરોબ્રિજ (હવાઇ મથક પર સુરક્ષા તપાસ બાદ મુસાફરોને સીધા વિમાનની અંદર લઇ જનાર પુલ) પર પોતાની ફિયાન્સ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો.

પછી એરલાઇન્સના ક્રૂ સભ્યોની પરવાનગી બાદ વિમાનના આંતરિક જાહેરાત સિસ્ટમનો ઉપયોગ કરી લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે આ જાહેરાત બાદ યુવક ફિયાન્સ પોતાની સીટ પરથી ઉઠીને તેની પાસે આવે છે અને આ ફિલ્મી અંદાજમાં ઘૂંટણે બેસીને ગુલાબનું ફૂલ આપીને લગ્ન માટે પ્રસ્તાવ મુકે છે. અર્યમાએ જણાવ્યું કે આ ઘટના ત્યારે થઇ જ્યારે વિમાને ગોવા માટે ઉડાન ભરતાં પહેલાં તેમાં બોર્ડિંગ એટલે કે મુસાફરો સવાર થઇ રહ્યા હતા. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં ઇંડિગો એરલાઇન્સના ક્રૂ સભ્યોને યુવકની મદદ કરતાં જોઇ શકાય છે. એયરોબ્રિજ પર લાઇમાં ઉભેલા ક્રૂ સભ્ય યુવક તરફથી તેની ફિયાન્સ માટે પ્લેકાર્ડ પકડીને ઉભેલા દેખાઇ છે. જેના પર લખ્યું છે- ''વિલ યૂ મેરી મી' (શું તમે મારી સાથે લગ્ન કરશો?) કેબિન ક્રૂને  ટ્રેનિંગ અને લાયન્સ આપવાને લઇને ડીજીસીએના વર્ષ 2010માં જાહેર કરેલા સીએઆરના દસ્તાવેજમાં વિમાનમાં સંવાદ અને જાહેરાત વિશે ખાસ તાકીદ કરવામાં આવી છે.

આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ''પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ઇંટરફોન સિસ્ટમ, સુરક્ષા સંબંધી સૂચનાને પ્રસ્તારિત કરવાનું ઉપકરણ છે. જોકે આ ઉપકરણોને યોગ્ય અને પ્રભાવી ઉપયોગના માટે તેને પ્રસારિત સંદેશને ગ્રહણ કરવા અને સમજવાની સંભાવના વધી જાય છે.'' જોકે હવાઇ મથકના નિર્દેશકે સલાહ આપી કે વિમાનમાં લગ્નના પ્રસ્તાવની ઘટનાને સકારાત્મક રીતે જોવી જોઇએ. તેમણે કહ્યું કે જો કોઇ વ્યક્તિ એયરોબ્રિજમાં કોઇ મહિલા સમક્ષ લગ્નનું નિવેદન કરી રહ્યો છે તો તેના માટે હવાઇ મથકના વહિવટીતંત્રની પરવાનગીની જરૂરિયાત નથી. 

વીડિયોને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે
જ્યાં સુધી વિમાનની અંદર જાહેરાત સિસ્ટમના ઉપયોગ દ્વારા આ પ્રકારની ભલામણનો સવાલ છે તો સ્પષ્ટ છે કે તેના માટે વિમાનના કેપ્ટનની પરવાનગી લેવામાં આવી હશે. આ મામલે ઇંડિગો એરલાઇન્સના કોઇ અધિકારીની પ્રતિક્રિયા મળી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.

પહેલી નજરમાં લાગે છે કે એક મિનિટ 16 સેકેન્ડનો આ વિડીયો મોબાઇલના કેમેરા વડે બનાવવમાં આવ્યો છે. પરંતુ તેમાં એ પણ જોઇ શકાય છે કે એક અજાણ્યો વ્યક્તિ વિમાનમાં આ ઘટનાને પ્રોફેશનલ કેમેરા વડે શૂટ કરી રહ્યો છે. હવાઇ મથકના નિર્દેશકે દાવો કર્યો છે કે બોર્ડિંગ વખતે ઉભેલા વિમાનમાં કેમેરાનો ઉપયોગ કરવો નાગરિક ઉડ્ડયન માપદંડોનું ઉલ્લંઘન નથી. 

ઇનપુટ ભાષામાંથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news