આગામી 3 દિવસમાં મોનસૂન પકડશે રફતાર, અહીં થશે ભારે વરસાદ
કહેર વર્તાવતી ગરમી અને સતત કેટલાક દિવસોથી ખૌફ ઉભું કરનાર વાવાઝોડું હવે થંભી ગયું છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી છે. સાથે જ સાઇક્લોનનું વલણ બદલાઇ ગયું છે. હવે વાવાઝોડું ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે, આગામી 3 થી 4 દિવસોમાં મોનસૂન દક્ષિણ-પશ્મિમી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. આગામી 3-4 દિવસ વાવાઝાડાની સંભાવના નથી. જોકે ગરમી હજુ યથાવત રહેશે.
Trending Photos
નવી દિલ્હી: કહેર વર્તાવતી ગરમી અને સતત કેટલાક દિવસોથી ખૌફ ઉભું કરનાર વાવાઝોડું હવે થંભી ગયું છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી છે. સાથે જ સાઇક્લોનનું વલણ બદલાઇ ગયું છે. હવે વાવાઝોડું ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે, ગત 48 કલાકોમાં ઉત્તર-પૂર્વી વિસ્તારોમાં તેનું દબાણ ઓછું થયું અને કોઇ ખતરો જોવા મળી રહ્યો નથી. તો બીજી તરફ ખુશીની વાત એ છે કે સાઉથવેસ્ટ મોનસૂન હવે રફતાર પકડવાનું શરૂ કરશે. આગામી 3 થી 4 દિવસોમાં મોનસૂન દક્ષિણ-પશ્મિમી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. આગામી 3-4 દિવસ વાવાઝાડાની સંભાવના નથી. જોકે ગરમી હજુ યથાવત રહેશે.
કેરલમાં થશે વરસાદ
હવામાન વિભાગના અનુસાર ઉત્તર ભારતમાં જ્યાં હજુ ગરમી જોર પકડશે ત્યારે કેરલમાં ઝમાઝમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે કેરલમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક મોનસૂન દક્ષિણ અરબ સાગરથી કેરલ પહોંચી શકે છે. જોકે આ પ્રી-મોનસુન વરસાદ હશે. આગામી 3-4 દિવસોમાં દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ પશ્વિમી વિસ્તારોમાં મોનસૂન માટે સ્થિતિ અનુકૂળ થઇ રહી છે.
ગરમી વર્તાવશે કહેર
એક તરફ દક્ષિન ભારતમાં મોનસૂનની શરૂઆત થશે, પરંતુ ઉત્તર ભારતમાં ગરમીનો કહેર ચાલુ રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઊછાળો જોવા મળી શકે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારોમાં ગરમીનો પારો 46ને પાર કરી શકે છે. જોકે દેશમાં પારો હજુ સામાન્ય રહેવાની આશા છે. જોકે આ દરમિયાન મધ્ય ભારતમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. આ વાવાઝોડું નહી હોય પરંતુ હવાની ગતિ 45-55 પ્રતિ કલાક રહેશે.
ગરમ હવાઓ વધારશે મુશ્કેલી
હવામાન વિભાગના અનુસાર ઉત્તરમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે, પરંતુ આ ગત વર્ષના મુકાબલે ઓછું રહેશે. આ દરમિયાન લોકોને ગરમ હવાઓ પણ સહન કરવી પડશે. આ ઉપરાંત રાત્રે તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. ગરમીની સૌથી વધુ અસર રાજસ્થાન, દિલ્હી, પશ્વિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં જોવા મળશે.
કેમ પડશે ગરમી?
આઇએમડી પ્રમુખ ડી શિવાનંદ પઇના અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં આકાશ સ્વચ્છ રહેશે. સાથે જ એંટી-સાઇક્લોનિક હવાઓથી તાપમાન વધુ રહેવાનું અનુમાન છે. સામાન્યથી વધુ તાપમાન ગ્લોબલ વોર્મિંગના સંકેત છે. પઇના અનુસાર ઉત્તર અને પૂર્વી ભારતમાં અધિકતમ તાપમાન સામાન્યની આસપાસ રહી શકે છે, જે આકાશમાં વાદળ અને ક્ષેત્રમાં પ્રી-મોનસૂન વરસાદના સંકેત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે