પત્ની સાથે તાજ મહેલ જોવા આગરા પહોંચ્યા ઈઝરાયેલના PM, યોગીએ કર્યું સ્વાગત

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પત્ની સારા સાથે મોહબ્બતની મિસાલ ગણાતા તાજ મહેલની મુલાકાત લેવા આજે આગરા પહોંચ્યાં.

પત્ની સાથે તાજ મહેલ જોવા આગરા પહોંચ્યા ઈઝરાયેલના PM, યોગીએ કર્યું સ્વાગત

આગરા: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પત્ની સારા સાથે મોહબ્બતની મિસાલ ગણાતા તાજ મહેલની મુલાકાત લેવા આજે આગરા પહોંચ્યાં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈઝરાયેલના પીએમનું સ્વાગત કર્યું. નેતન્યાહૂની મુલાકાતને પગલે તાજમહેલ લગભગ 2 કલાક જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ લગભગ ચાર કલાક શહેરમાં રોકાશે. એક કલાક તાજમહેલમાં ભ્રમણ બાદ હોટલ અમર વિલાસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે લંચ કરશે. 

બેન્જામિન નેતન્યાહૂની મુલાકાતના પગલે આગરાનો મશહૂર તાજમહેલ આજે બે કલાક માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો. સવારે 10.20થી બપોરે 12.30 વાગ્યા સુધી બંધ રખાયો. નેતન્યાહૂની મુલાકાતના પગલે સુરક્ષા બંદોબસ્ત એકદમ ચુસ્ત કરવામાં આવ્યો હતો. 

— ANI UP (@ANINewsUP) January 16, 2018

ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયા મહત્વના 9 કરાર
ભારત અને ઈઝરાયેલ વચ્ચે સોમવારે સાઈબર સુરક્ષા અને ઉર્જા ક્ષેત્ર સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 9 કરાર થયા. રણનીતિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઈઝરાયેલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. ત્યારબાદ આ કરાર કરવામાં આવ્યાં. 

બંને વડાપ્રધાને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથે મંત્રીમંડળના તેમના વરિષ્ઠ સહયોગીઓ પણ હતાં. તેમણે સયુંક્ત હિતો તથા ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી. પોતાના ભારત પ્રવાસ દરમિયાન નેતન્યાહૂ અમદાવાદ અને મુંબઈની પણ મુલાકાત લેશે. તેઓ 6 દિવસના ભારત પ્રવાસે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news