મહાન ખેલાડી સ્ટીવ વોના દીકરાએ પોતાના પહેલા વર્લ્ડકપમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં ઓસ્ટિન વો એક ઓલરાઉન્ડર તરીકે રમે છે

મહાન ખેલાડી સ્ટીવ વોના દીકરાએ પોતાના પહેલા વર્લ્ડકપમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

નવી દિલ્હી : અંડર-19 વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડની ધરતી પર શરૂ થઈ ગયો છે. અહીં વર્લ્ડ ક્રિકેટની એક મજબૂત ટીમ પહેલા મેચ પહેલાં જ રસ્તો ભુલી ગયેલી હાલતમાં જોવા મળી છે. ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યું હતું. બધાની નજર આ મેચ પર હતી. ટીમ ઇન્ડિયામાંથી પૃથ્વી શો પર બધાની નજર હતી જ્યારે ઓસ્ટ્રિયામાં ત્રણ ખેલાડીઓ એવા હતા જેની પર ચાહકોની નજર હતી. 

ઓસ્ટ્રેલિયાના ચર્ચાસ્પદ ત્રણ ખેલાડીઓમાં ટીમના કેપ્ટન જેસન સંઘા (ભારતીય મૂળનો ખેલાડી), વિલ સધરલેન્ડ (સેલિબ્રિટી જેમ્સ સધરલેન્ડનો દીકરો) તેમજ ઓસ્ટિન વો (ક્રિકેટ સ્ટીવ વોનો દીકરો)નો સમાવેશ થાય છે. આ મેચમાં ઓસ્ટિન વોએ 6 ઓવરની બોલિંગ કરી એમાં તેણે 1 વિકેટ લઈને 64 રન આપ્યા. અંડર-19 વર્લ્ડકપમાં કોઈપણ ઓસ્ટ્રેલિ્યાના ખેલાડીનું આ સૌથી ખરાબ પર્ફોમન્સ છે. બેટિંગમાં પણ ઓસ્ટિન વોએ ખાસ કમાલ નથી કરી અને તેણે 14 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા. 

મજાની વાત તો એ એછે કે જ્યારે ઓસ્ટિન આ મેચ રમી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં સ્ટીવ વો પણ મેચ જોઈ રહ્યો હતો. જેસન સંઘાએ પણ ખાસ કમાલ નહોતી કરી. તેણે 23 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. આ સિવાય જેમ્સ વિલ સધલેન્ડે 10 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news