Biggest Train Accident: 800 લોકોના મોત, એ કાળો દિવસ...જ્યારે ટ્રેનના 9 ડબ્બા સીધા નદીમાં પડ્યા હતા

Bihar Train Accident: 42 વર્ષ પહેલા એટલે કે 1981માં બિહારમાં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો. માનસી-સહરસા રેલ સેક્શન પર બાગમતી નદી પર બનેલા પુલ નંબર-51 પરથી મુસાફરોથી ભરેલી ટ્રેન પલટી ગઈ હતી.

Biggest Train Accident: 800 લોકોના મોત, એ કાળો દિવસ...જ્યારે ટ્રેનના 9 ડબ્બા સીધા નદીમાં પડ્યા હતા

Bihar Train Accident: 42 વર્ષ પહેલા એટલે કે 1981માં બિહારમાં દેશનો સૌથી મોટો રેલ અકસ્માત થયો હતો. માનસી-સહરસા રેલ સેક્શન પર બાગમતી નદી પર બનેલા પુલ નંબર-51 પરથી મુસાફરોથી ભરેલી ટ્રેન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 800 લોકોના મોત થયા હતા.

આખી ટ્રેન નદીમાં ડૂબી ગઈ હતી

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, જ્યાં બહનાગા સ્ટેશન નજીક કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પરંતુ દેશમાં આ પહેલી મોટી ટ્રેન દુર્ઘટના નથી. આ પહેલાં પણ ભારતમાં અનેક ભયાનક ટ્રેન અકસ્માતો થયા છે. આજે આપણે વાત કરીશું 42 વર્ષ પહેલા થયેલી બિહાર ટ્રેન દુર્ઘટના વિશે, જેને દેશની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના માનવામાં આવે છે.

દિવસ હતો 6 જૂન, 1981. માનસી-સહરસા રેલ સેક્શન પર બદલા ઘાટ-ધમારા ઘાટ સ્ટેશન વચ્ચે બાગમતી નદી પર પુલ નંબર-51 પર મુસાફરોથી ભરેલી ટ્રેન પલટી ગઈ હતી. આ ટ્રેનમાં કુલ 9 ડબ્બા હતા.

ટ્રેનના 9 ડબા સાથેની ટ્રેન બાગમતી નદીમાં જઈને ખાબકી હતી. આ ટ્રેન માનસીથી સહરસા જઈ રહી હતી. આ અકસ્માતમાં 800 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ 6 જૂન 1981ના રોજ માનસી સુધી ટ્રેન સુરક્ષિત રીતે આગળ વધી રહી હતી. ટ્રેન બપોરે 3 વાગ્યે બદલા ઘાટ પર પહોંચી. થોડીવાર રોકાયા પછી ટ્રેન ધીમે ધીમે ધમારા ઘાટ તરફ આગળ વધી.

જ્યારે હવામાન ખરાબ થઈ ગયું ત્યારે ટ્રેને થોડું અંતર કાપ્યું હતું. જોરદાર વાવાઝોડા બાદ વરસાદ શરૂ થયો હતો. ત્યાં સુધીમાં ટ્રેન રેલના પુલ નંબર 51 પાસે પહોંચી ગઈ હતી. ટ્રેન પોતાની ઝડપે દોડી રહી હતી ત્યારે અચાનક ટ્રેનના ડ્રાઈવરે બ્રેક લગાવી, જેના પછી પેસેન્જર ટ્રેનના 9 બોગી પુલ પરથી બાગમતી નદીમાં પડ્યા હતા.

ઘણા લોકોના મૃતદેહ કેટલાય દિવસો સુધી ટ્રેનની બોગીમાં ફસાયેલા હતા. સરકારી આંકડાઓ અનુસાર આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 300 હતી. પરંતુ, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં લગભગ 800 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતને દેશની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના તરીકે યાદ કરવામાં આવે છે.

અકસ્માત પાછળ ઘણી થિયરીઓ
આ અકસ્માત પાછળ ઘણી થિયરીઓ સામે આવી હતી. કહેવાય છે કે જ્યારે ટ્રેન બાગમતી નદીને પાર કરી રહી હતી ત્યારે ટ્રેક પર ગાયો અને ભેંસોનું ટોળું સામે આવ્યું હતું, જેને બચાવવા ડ્રાઈવરે બ્રેક મારી હતી.

સાથે જ એવું પણ કહેવાય છે કે તે સમયે જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ગાજવીજ પણ હતી, જેના કારણે લોકોએ ટ્રેનની તમામ બારીઓ બંધ કરી દીધી હતી અને જોરદાર વાવાઝોડાને કારણે તમામ દબાણ ટ્રેન પર આવી ગયું અને તમામ બોગી નદીમાં ડૂબી ગઈ. જોકે, ડ્રાઈવરે શા માટે બ્રેક લગાવી તેનું કારણ આજદિન સુધી બહાર આવ્યું નથી.

વિશ્વનો બીજો સૌથી મોટો ટ્રેન અકસ્માત
આ દેશનો સૌથી મોટો અને વિશ્વનો બીજો સૌથી મોટો રેલ અકસ્માત હતો. વિશ્વની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના 2004માં શ્રીલંકામાં થઈ હતી. જ્યારે ઓશન ક્વીન એક્સપ્રેસ સુનામીના જોરદાર મોજામાં લપેટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 1700થી વધુ લોકોના મોત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news