ઓડિશા ટ્રેન અકસ્માત: કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ, દર્દનાક બૂમો પાડતા લોકો...મૃત્યુઆંક 238 પર પહોંચ્યો

ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે

ઓડિશા ટ્રેન અકસ્માત: કપાયેલા શરીર, ચોંટી ગયેલી બોગીઓ, દર્દનાક બૂમો પાડતા લોકો...મૃત્યુઆંક 238 પર પહોંચ્યો

ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે અત્યંત ભયાનક ટ્રેન અકસ્માત થયો. શુક્રવારે સાંજે અકસ્માત સર્જયો. આ અક્સમાત અંગે પહેલા એવા અહેવાલ સામે આવ્યા કે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીમાં ટક્કર થઈ. ત્યારબાદ તેમાં હાવડા એક્સપ્રેસ સાથે પણ ટક્કરની વાત સામે આવી. મોડી સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ કે ત્રણ ટ્રેનમાં ટક્કર થઈ. અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 238 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જાણો લેટેસ્ટ અપડેટ...

સેના પણ રાહત કાર્યમાં સામેલ
શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે. એનડીઆરએફને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહો કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો છે. જ્યારે અનેક ઘાયલો એવા પણ છે જે ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. બચાવ અભિયાનમાં મદદ માટે સેનાએ પણ હાથ આગળ વધાર્યો છે. જે ભાગમાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે  ટકરાઈ તે ભાગમાંથી મુસાફરોના મૃતદેહો મળી રહ્યા છે. 

— ANI (@ANI) June 3, 2023

સીએમ નવીન પટનાયકની રાજકીય શોકની જાહેરાત
શુક્રવારે થયેલા રેલ અકસ્માત અંગે સીએમ નવીન પટનાયકે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 3 જૂનના રોજ એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આથી સમગ્ર રાજ્યમાં 3 જૂનના રોજ કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે. ઓડિશાના સૂચના અને જનસંપર્ક વિભાગે આ જાણકારી આપી. 

અકસ્માતને લઈને જે પ્રેસ  રિલીઝ સામે આવી તે મુજબ ટ્રેન સંખ્યા 12841 (કોરોમંડલ એક્સપ્રેસ)ના કોચ બી2થી બી9 સુધીના કોચ પલટી ગયા હતા. જ્યારે એ1-એ2 કોચ પણ ટ્રેક પર ઊંધા જઈ પડ્યા. આ સાથે જ એન્જિન પણ પાટા પરથી ઉતરી ગયું અને છેલ્લે કોચ એચ1 અને જીએસ કોચ ટ્રેક પર રહી ગયા. એટલે કે કોરોમંડલ એક્સપ્રેસમાં મૃતકોની સંખ્યા વધી શકે છે અને એસી બોગીમાં સવાર મુસાફરોમાં જાનહાનિ વધુ હોવાની આશંકા છે. 

કઈ રીતે થયો અક્સમાત
અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત બે નહીં ત્રણ ટ્રેનો વચ્ચે થયો. બગનાગા સ્ટેશન પાસે બે પેસેન્જર ટ્રેનો અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ. સૌથી પહેલા બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને અનેક કોચ પાટાઓની આજુબાજુ પલટી ગયા હતા. બીજા પાટા પર આવેલી શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ આ ડબ્બાઓ સાથે ટકરાઈ અને તેના પણ અનેક ડબ્બા પલટી ગયા. આ દરમિયાન ત્રીજા ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી પણ ઝપેટમાં આવી ગઈ અને તે પણ દુર્ઘટનાનો ભોગ બની. 

અકસ્માતના કારણોની તપાસ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટના કયા કારણે ઘટી  તેની તપાસ માટે મે એક ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. જેના મૂળ કારણ સુધી પહોંચવું જરૂરી છે. બા બાજુ હોસ્પિટલોમાં ભરતી દુર્ઘટના પીડિતો માટે દવાઓ અને અન્ય જરૂરી સામગ્રીની આપૂર્તિ સંબંધમાં સચિવ શાલિની પંડિતે જણાવ્યું કે તમામ જરૂરી પ્રાથમિક સારવાર સામગ્રી, દવાઓ અને IV તરલ પદાર્થ પૂરતા સ્ટોકમાં છે. આ ઉપરાંત મયૂરભંજ જિલ્લાના ગોદામમાંથી કેટલોક વધારાનો સ્ટોક બાલેસોર માટે તરત મોકલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દરેક સ્થિતિ માટે સતર્ક છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news