Bihar Politics: જેડીયુ-BJP નું ગઠબંધન પડી ભાંગ્યુ, જાણો ભાજપના દિગ્ગજ નેતાએ શું કહ્યું?

Bihar News: બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું. જનતા દળ યુનાઈટેડની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશકુમારે આ નિર્ણય લીધો છે. સાંજે 4 વાગે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત  કરી પોતાનું રાજીનામું સોપશે. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. 

Bihar Politics: જેડીયુ-BJP નું ગઠબંધન પડી ભાંગ્યુ, જાણો ભાજપના દિગ્ગજ નેતાએ શું કહ્યું?

Bihar News: બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું. જનતા દળ યુનાઈટેડની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશકુમારે આ નિર્ણય લીધો છે. સાંજે 4 વાગે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત  કરી પોતાનું રાજીનામું સોપશે અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. 

જો કે જેડીયુ તરફથી ઔપચારિક જાહેરાત કરાઈ નથી. પરંતુ બંને પક્ષનું ગઠબંધન હવે તૂટી ગયું છે. સીએમ નીતિશકુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ હશે. સાંજે તેઓ જ્યારે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોપશે. 

જેડીયુ વિધાયક બોલ્યા- નીતિશ સાથે છીએ
બેઠકમાં જેડીયુના ધારાસભ્યો, સાંસદો અને નેતાઓએ નીતિશકુમારને કહ્યું કે તેઓ તેમની સાથે છે. નીતિશકુમાર આગળ જે પણ નિર્ણય લેશે તેમાં તેઓ બધા સાથે રહેશે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં 43 બેઠકો પર સમેટાયેલી જેડીયુને મુખ્યમંત્રી પદ આપ્યા બાદ ભાજપનો જે પ્રકાર વર્તાવ રહ્યો તે નીતિશકુમારને ગમ્યો નહીં. વિભિન્ન મુદ્દાઓ પર ભાજપ અને જેડીયુ અલગ અલગ રાગ આલાપતા રહ્યા. આવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના રાજીનામા બાદ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે જે પ્રકારે ચિરાગ મોડલની વાત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે જેડીયુ અલગ રસ્તે નીકળી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ આજે થયેલી મહાગઠબંધનની બેઠકમાં આરજેડીના ધારાસભ્યો, એમએલસી અને રાજ્યસભાના સાંસદોએ તેજસ્વી યાદવને કોઈ પણ નિર્ણય લેવા માટે અધિકૃત કરી દીધા અને કહ્યું કે તેઓ તેમની સાથે છે. જ્યારે કોંગ્રેસ અને લેફ્ટના ધારાસભ્યોએ કહ્યું કે તેઓ તેજસ્વી યાદવ સાથે છે. 

— ANI (@ANI) August 9, 2022

ભાજપનું પણ આવ્યું નિવેદન
બીજી બાજુ બિહારના રાજકીય ઉલટફેર વચ્ચે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બિહારની રાજકીય પરિસ્થિતિ પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ ભાજપે એવું કશું કર્યું નથી જેનાથી કોઈ વિવાદ કે અપ્રિય સ્થિતિ પેદા થાય. જેડીયુ ગમે તે નિર્ણય લે પરંતુ ભાજપ ઈચ્છે છે કે નીતિશકુમાર મુખ્યમંત્રી બની રહે. તેમણે વધુમાં કહ્યું કે બિહારના લોકોની ભલાઈ માટે ભાજપ ઈચ્છે છે કે જેડીયુ-ભાજપ અને અન્ય પાર્ટીઓ નીતિશકુમારના નેતૃત્વમાં મજબૂતીથી કામ કરતી રહે. 

— ANI_HindiNews (@AHindinews) August 9, 2022

બીજી બાજુ ભાજપ-જેડીયુ વચ્ચેના વિવાદ પર બિહાર સરકારમાં મંત્રી શાહનવાઝ હુસૈને કહ્યું કે મને આ અંગે કોઈ સૂચના મળી નથી. હું પટણા જઈ રહ્યો છું. અમે દિવસ રાત મહેનત કરીને ઉદ્યોગ પાટા પર લાવ્યા છીએ. મને પૂરી આશા છે કે ઉદ્યોગ પાટા પર રહેશે. હું 3 વાગ્યાની ફ્લાઈટથી પટણા રવાના થઈ રહ્યો છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news