બિલ્કીસ બાનો કેસ: 3 દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડર માટે સમય આપો

Bilkis Bano Case:  ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, SCએ પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હવે ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

બિલ્કીસ બાનો કેસ: 3 દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડર માટે સમય આપો

Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીએ બિલકિસ બાનો કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાના કરેલા આદેશ બાદ ગુજરાતમાં ચકચાર મચી છે. કોર્ટે તમામ ગુનેગારોને આત્મસમર્પણ કરવા કહ્યું હતું.

મળતી માહિતી મુજબ બિલ્કીસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોએ શરણાગતિનો સમયગાળો વધારવા માટે કોર્ટને અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને થોડો સમય મુક્તિ માંગી છે.

ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, SCએ પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.

11માંથી ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણનો સમય વધારવાની માંગ કરી છે. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે 4 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી છે. આ ગુનેગારોએ અંગત કારણો ટાંક્યા છે.

હકીકતમાં 2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાયા હતા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયો. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

શું છે બિલ્કીસ બાનો કેસ?
સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આમાંના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ તેને મુક્ત કરવાની માંગણી કરીને અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી, ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.

જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વોહનિયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વોહનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે મુક્તિનો નિર્ણય રદ કર્યો છે. હવે આ દોષિતોને ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. આ દોષિતોએ જેલમાંથી બહાર નીકળ્યા બાદ કરેલી ઉજવણી તેમને ભારે પડી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news