ભાજપને આ રાજ્યમાં હારનો ડર, સરવે સાચા પડયા તો મોદી અને શાહના ગણિતો બગડશે

ભાજપને સૌથી મોટો ઝટકો હાલમાં આગામી ચૂંટણીમાં લાગી શકે છે. અમિત શાહને ડર એ છે કે સરવેના રિપોર્ટ સાચા ન ઠરે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને જેડીએસે ભેગા મળીને સરકાર બનાવી તી પણ આ ગઠબંધન સરકાર લાંબું ચાલી ન હતી. આખરે ભાજપે અહીં સત્તા કબજે કરી હતી. ભાજપે અહીં સીએમ બદલી કાઢ્યા છતાં પણ સરવેમાં ભાજપને ફરી બહુમતિ મળી રહી નથી. 

ભાજપને આ રાજ્યમાં હારનો ડર, સરવે સાચા પડયા તો મોદી અને શાહના ગણિતો બગડશે

Assembly Election: ભાજપને સૌથી મોટો ઝટકો હાલમાં આગામી ચૂંટણીમાં લાગી શકે છે. અમિત શાહને ડર એ છે કે સરવેના રિપોર્ટ સાચા ન ઠરે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને જેડીએસે ભેગા મળીને સરકાર બનાવી તી પણ આ ગઠબંધન સરકાર લાંબું ચાલી ન હતી. આખરે ભાજપે અહીં સત્તા કબજે કરી હતી. ભાજપે અહીં સીએમ બદલી કાઢ્યા છતાં પણ સરવેમાં ભાજપને ફરી બહુમતિ મળી રહી નથી. જોકે, કોંગ્રેસ પણ બહુમતિથી દૂર રહે તેવી સંભાવનાથી ભાજપને થોડો હાશકારો છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ એક અગત્યનું રાજ્ય છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ રાજ્ય ગુમાવવું માગતું નથી.  કર્ણાટક વિધાનસભા ચૂંટણીને માંડ ત્રણ મહિના બાકી છે ત્યારે મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પર અમિત શાહ ભડક્યા છે. તાજેતરમાં  ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કર્ણાટકમા સર્વે કરાવેલો. આ સર્વેમાં એવું તારણ નિકળેલું કે, કર્ણાટકમાં ફરી ભાજપને બહુમતી નહીં મળે.  આ સર્વેમાં રાજ્યની કુલ ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી ભાજપને માત્ર ૬૦-૭૦ બેઠકો મળશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલમાં ભાજપનો મોટો ગોલ એ દક્ષિણ ભારત છે. બને કે મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસે ભારત યાત્રા દક્ષિણ ગુજરાતમાં શરૂ કરી છે. ભાજપનો અહીં દબદબો ન હોવાથી કોઈ પણ સંજોગોમાં ભાજપ અહીં વર્ચસ્વ વધારવા માગે છે.

બીજી તરફ  બસવરાજ બોમ્માઈએ પણ પોતે આવો જ સર્વે કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ સર્વેમાં ભાજપને  ૧૧૦ બેઠકો મળશે એવો દાવો કર્યો હતો. બહુમતી માટે ૧૧૩ બેઠકોની જરૂર છે ત્યારે બસવરાજ બોમ્માઈના સર્વેમાં પણ ભાજપને બહુમતી નહીં મળે એ સ્પષ્ટ હતું. બોમ્માઈએ એવો વિશ્વાસ વ્યક્ત કરેલો કે, ત્રણ મહિનામાં ૧૨૦ બેઠકોનો આંકડો પાર કરી લઈશું. આ વાતથી  અકળાઈ ગયા હોવાનું કહેવાય છે.  શાહે બસવરાજ બોમ્માઈને આકરા શબ્દોમાં સવાલ કર્યો હતો કે, ભાજપનો પોતાનો સર્વે ૬૦થી ૭૦ બેઠકો દર્શાવે છે ત્યારે તમે કયા આધારે ૧૧૦ સીટો જીતવાનો દાવો કરી રહ્યા છો ? શાહે  બોમ્માઈને નવી વ્યૂહરચના બનાવા પણ ફરમાન કર્યું છે.

જે ફોર્મ્યુલા પર ભાજપે ગુજરાતમાં 156 સીટો જીતી હતી, હવે પાર્ટી કર્ણાટકમાં પણ તે જ ફોર્મ્યુલા અજમાવવા જઈ રહી છે. આ અંતર્ગત લગભગ 30% ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. જેમના સર્વે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમની ટિકિટ કાપવામાં આવશે. ગુજરાતની જેમ અહીં સીએમ બદલવામાં આવી રહ્યા નથી, કારણ કે હવે ચૂંટણીને માત્ર ત્રણ મહિના બાકી છે. એ નિશ્ચિત છે કે જો ભાજપ જીતીને સત્તામાં પરત ફરે તો પણ બસવરાજ બોમાઈને ફરીથી સીએમ નહીં બનાવવામાં આવે. ચૂંટણી પહેલા રાજ્યના સંગઠનમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ સહિત તેમની આખી ટીમને ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે. તેનો હેતુ લોકોને આ સંદેશ આપવાનો છે કે જૂના લોકોને દૂર કરીને નવા લોકોને લાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ સરકાર ભારે સત્તા વિરોધી માહોલ  છે. હવે જે સર્વે રિપોર્ટ આવી રહ્યા છે તેમાં પાર્ટીને માત્ર 60 થી 70 સીટો મળવાની ધારણા છે, જ્યારે બહુમત માટે 113 સીટોની જરૂર છે.

બીજી તરફ કોંગ્રેસ માટે ચિંતાની વાત એ છે કે સર્વેમાં પણ તેને બહુમતી મળતી જણાતી નથી. કોંગ્રેસને 80થી 90 બેઠકો મળવાની આશા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ભાજપની સત્તામાં વાપસીની આશા અકબંધ છે. જો બીજેપી આમ કરવામાં સફળ રહેશે તો કર્ણાટકના 37 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવશે.

તમામ રિપોર્ટ્સ PM મોદી સુધી પહોંચ્યા, અંતિમ નિર્ણય તેમનો જ રહેશે
ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે સંગઠનમાં ફેરફાર અને ટિકિટ કાપવાના નિર્ણય પાછળ 3 સર્વે છે. ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટક સરકાર અને સંગઠને અલગ-અલગ સર્વે કરાવ્યો છે. આ તમામ અહેવાલો પીએમ મોદીની ઓફિસ સુધી પહોંચી ગયા છે. આ મહિનાના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ત્યાંથી આદેશો મળી જશે કે આ વ્યૂહરચના હેઠળ ચૂંટણી લડવી પડશે. સ્પષ્ટ છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના કામથી ખુશ નથી. કર્ણાટકમાં સરકાર એક પણ મોટું કામ પૂરું કરી શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news