Video: વિપક્ષના ગઠબંધનમાં સામેલ પક્ષના કાર્યકરોની નારેબાજી, 'હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું, જીવતા બાળીશું'

Prem Shukla Social Media Post: ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે.

Video: વિપક્ષના ગઠબંધનમાં સામેલ પક્ષના કાર્યકરોની નારેબાજી, 'હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું, જીવતા બાળીશું'

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો છે કે તમે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ આ પાર્ટી હિન્દુઓ વિશે આવી સોચ ધરાવે છે તો તમે કેવો ઈરાદો ધરાવો છો. 

પ્રેમ શુક્લાની સોશિયલ મીડિયા પોસ્ટ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભાજપ નેતા પ્રેમ શુક્લાએ લખ્યું કે હિન્દુઓના મંદિરોની સામે ફાંસી પર લટકાવીશું અને જીવતા બાળી મૂકીશું! ની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી આપી છે રાહુલ ગાંધી દ્વારા ગઠિત રાજકીય ગઠબંધન I.N.D.I.A. ના પાર્ટનર મુસ્લિમ લીગ (IUML)એ. કેરળના કાસરગોડમાં મુસ્લિમ લીગના યુથ વિંગના કાર્યકરોએ હિન્દુ વિરોધી નારા લગાવીને મોરચો કાઢ્યો. તમે સમજી શકો છો કે રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષ હિન્દુઓ વિશે શું ઈરાદો ધરાવે છે. શું આ જ વિપક્ષના I.N.D.I.A. ની સોચ છે?

केरल के कासरगोड में मुस्लिम लीग के यूथ विंग के कार्यकर्ताओं ने हिंदू द्रोही नारे लगाते हुए मोर्चा… pic.twitter.com/3OXGmXxmJx

— Prem Shukla -प्रेम शुक्ल (@PremShuklaBJP) July 26, 2023

અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં 26 વિપક્ષી દળોએ સંયુક્ત વિપક્ષી મોરચો બનાવ્યો અને તેનું નામ I.N.D.I.A. રાખ્યું છે. આ ગઠબંધનમાં મુસ્લિમ લીગ જેવી પાર્ટીઓ પણ સામેલ છે. આ પાર્ટીના કાર્યકરોની નારેબાજીને શેર કરતા પ્રેમ શુક્લાએ વિપક્ષને સીધો સવાલ કર્યો છે. ગઠબંધનનું પૂરું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝીવ એલાયન્સ (I.N.D.I.A.) રાખવામાં આવ્યું છે. આ ગઠબંધન વિશે હાલમાં જ પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો અને તેની સરખામણી ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા સાથે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news