જેપી નડ્ડા, રાજનાથ સિંહ, CM બસવરાજ બોમ્મઈ, નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દેશમાં કોવિડ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આજે ઘણા રાજનેતા કોરોનાથી સંક્રમિત થયા છે. 

જેપી નડ્ડા, રાજનાથ સિંહ, CM બસવરાજ બોમ્મઈ, નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામમાં સામાન્ય લક્ષણ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, શરૂઆતી લક્ષણ દેખાવા પર મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હું સ્વસ્થ છું. ડોક્ટરોની સલાહ પર આઈસોલેટ થઈ ગયો છું. 

તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને લખ્યુ કે હું આજે સામાન્ય લક્ષણ સાથે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈન છું. હું તે બધાને વિનંતી કરુ છું કે જે મારા સંપર્કમાં આવ્યા છે, તે ખુબને અલગ કરી લે અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. 

આઠ જાન્યુઆરીએ રાજનાથ સિંહે એક વેબીનારમાં સંબોધન કર્યુ હતું, જેમાં 100 નવી સૈનિક સ્કૂલોને યુવતિઓને સશસ્ત્ર દળોમાં સામેલ થવાનો અવસર પ્રદાન કરવામાં આવ્યો હતો. આ પહેલા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. 

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સોમવારે સવારે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ નેગેટિવ હતા. તે સમયે નીતીશ કુમારે આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. ડોક્ટરોની સલાહ અનુસાર મુખ્યમંત્રી આઇસોલેશનમાં છે. 

કર્ણાટકના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત
આ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. રાહતની વાત છે કે મુખ્યમંત્રીને કોઈ ગંભીર લક્ષણ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news