કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકોના ટેસ્ટિંગની જરૂર નથી, ICMRની નવી એડવાઇઝરી

દેશમાં ફરી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના ટેસ્ટિંગ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. 

કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકોના ટેસ્ટિંગની જરૂર નથી, ICMRની નવી એડવાઇઝરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કેન્દ્રએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે  (ICMR)  ટેસ્ટિંગને લઈને મહત્વની સલાહ આપી છે. આઈસીએમઆરે કહ્યું કે, જ્યાં સુધી હાઈ રિસ્કની ઓળખ કરવા સુધી તે લોકોના ટેસ્ટિંગની કોઈ જરૂર નથી જે લોકો કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છે. 

આ સાથે-સાથે આઈસીએમઆરે તે પણ સલાહ આપી છે કે માત્ર ઇન્ટર સ્ટેટ ઘરેલૂ યાત્રા કરનાર વ્યક્તિઓને પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી. આઈસીએમઆરે આગળ કહ્યું કે, ટેસ્ટિંગ અથવા તો આરટી-પીસીઆર, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, રેપિડ મોલિક્યૂલર ટેસ્ટિંગ સિસ્ટમ કે પછી રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT) ના માધ્યમથી કરી શકાય છે. મહત્વનું છે કે કોરોના વાયરસના વધતા કેસને જોતા ઘણા રાજ્યોએ આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી સલાહ
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ સંબંધમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના આવી રહેલાં કેસમાંથી પાંચથી 10 ટકા સક્રિય કેસને અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહે છે. પરંતુ તેમણે ચેતવણી આપી છે કે કોરોનાના કેસ જે પ્રકારે વધી રહ્યાં છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ઝડપથી બદલાય શકે છે. 

કેન્દ્ર હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ વધારવા પર ભાર મૂક્યો
તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટમાં દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે સાથે જ ડેલ્ટાના કેસ પણ સતત વધી રહ્યા છે. આ સંદર્ભમાં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ મેનેજમેન્ટ અને માનવ સંસાધન પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને વધારવા માટે.

નવા કેસમાં 12.5 ટકાનો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે. 

કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news