ભાજપનું ફરીથી મંદિર માટે આંદોલન, હવે કેરળમાં ચાલુ થશે રથયાત્રા

કેરળના સબરીમાલા મંદિરનાં અત્યાર સુધી 11 વર્ષથી માંડીને 50 વર્ષની મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત હતો, જો કે સુપ્રીમાદેશ બાદ આ પ્રતિબંધ હટી ચુક્યો છે

ભાજપનું ફરીથી મંદિર માટે આંદોલન, હવે કેરળમાં ચાલુ થશે રથયાત્રા

તિરુવનંતપુરમ : રામજન્મ ભૂમિ આંદોલનના સમયે સમગ્ર દેશમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા ચર્ચિત હતી. હવે ભાજપ ફરીથી એક મંદિર માટે રથયાત્રા ચાલુ કરશે. ફર્ક બસ એટલો છે કે આ વખતે મંદિર રામજન્મભુમિ નહી પરંતુ સબરીમાલા છે. કેરળના આ મંદિરમાં અત્યાર સુધી 11 વર્ષથી માંડીને 50 વર્ષની મહિલાઓનાં પ્રવેશ પ્રતિબંધિત હતો. 

જો કે સુપ્રીમ કોર્ટે પોતાનાં ચુકાદામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ પર લાગેલ પ્રતિબંધ હટાવી દીધો. જો કે અત્યાર સુધી ત્યાંના શ્રદ્ધાળુઓના વિરોધના કારણે મહિલાઓ મંદિરમાં પ્રવેશ નથી કરી શક્યા. 6 દિવસ સુધી ઘણી મહિલાઓએ પ્રવેશના પ્રયાસ કર્યા, પરંતુ સફળતા નહોતી મળી. 

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, તેમની પાર્ટી સબરીમાલામાં શ્રદ્ધાળુઓ સાથે ઉભી છે. કેરળ સરકારનું કહેવું છે કે ભાજપ અને આરએસએસ કાર્યકર્તા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નથી કરવા દેતા. તેના માટે કેરળ પોલીસે હજારો લોકોને મંદિર પાસેથી ધરપકડ કરી છે. હવે ભાજપે તેનાં વિરોધમાં કહ્યું કે, તેઓ લેફ્ટ સરકારનાં આ પગલાનો વિરોધ કરશે. 

કેરળ ભાજપ 8 નવેમ્બરથી રાજ્યમાં એક રથયાત્રા ચાલુ કરશે. આ રથયાત્રા કાસરગુડથી સબરીમાલા સુધી ચાલુ થશે. જો કે અત્યાર સુધી એ ખુલાસો નથી થકો કે આ રથયાત્રામાં ભાજપનાં કયા કયા નેતાઓ ભાગ લેશે. 

કેરળ ભાજપે નિશ્ચિય કર્યો છે કે તેઓ સબરીમાલા મંદિરમાં તે શ્રદ્ધાળુઓને સાથે આપશે, જે મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. તેના માટે તે 30 ઓક્ટોબરે કોઇ કાર્યક્રમ પણ આયોજીત કરશે. ભાજપ કેરળ અધ્યક્ષ પીએસ શ્રીધરન પિલ્લઇનું કહેવું ઝે કે રાજ્યમાં 4000 નિર્દોષ લોકોને પોલીસે જેલમાં બંધ કરી દીધા છે. ભાજપ તેનાં વિરોધમાં ડીઆઇજી ઓફીસમાં એક દિવસની ભુખ હડતાળ કરશે. રાજ્યનાં બાકી જિલ્લામાં તમામ એસપી ઓફીશ સુધી માર્ચ કાઢવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news