તબલિગી જમાત કેસઃ વિદેશીઓ વિરુદ્ધ FIR રદ્દ, ઓવૈસી બોલ્યા- બલિનો બકરો બનાવવામાં આવ્યા


બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠે તબલિગી જમાતના મામલામાં વિદેશીઓ સહિત ઘણા લોકો વિરુદ્ધ દાખલ એફઆઈઆરને રદ્દ કરી દીધી છે.

તબલિગી જમાત કેસઃ વિદેશીઓ વિરુદ્ધ FIR રદ્દ, ઓવૈસી બોલ્યા- બલિનો બકરો બનાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ તબલિગી જમાત મામલામાં બોમ્બે હાઈકોર્ટે એક મોટો નિર્ણય કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે તબલિગી જમાત મામલામાં વિદેશીઓ સહિત ઘણા લોકો વિરુદ્ધ દાખલ એફઆઈઆરને નકારી દીધી છે. તો આ નિર્ણય બાદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. 

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠે તબલિગી જમાતના મામલામાં વિદેશીઓ સહિત ઘણા લોકો વિરુદ્ધ દાખલ એફઆઈઆરને રદ્દ કરી દીધી છે. ત્યારબાદ હૈદરાબાદથી સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, ભાજપ કોરોના મહામારીના સંભવિત ખતરાને ઓછુ કરી રહ્યું હતું. 

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરતા કહ્યુ, 'આ સમયબદ્ધ નિર્ણય છે. ભાજપ મહામારીના સંભવિત ખતરાને ઓછુ કરી રહ્યું હતું. ભાજપને આલોચનાથી બચાવવા માટે મીડિયાએ તબલિગી જમાતને બલિના બકરા બનાવ્યા. આ પ્રચારના પરિણામસ્વરૂપ ભારતમાં મુસલમાનોએ ભયાનક ધૃણા અપરાધો અને હિંસાનો સામનો કરવો પડ્યો.'

બિહારમાં થઈ રહ્યો છે ચમત્કાર! 65 વર્ષીય વૃદ્ધ મહિલા 14 મહિનામાં આઠ વખત બની ગઈ 'માતા'

મહત્વનું છે કે આ મામલામાં કોર્ટે કહ્યુ કે, દિલ્હીના મરકઝમાં આવેલા વિદેશી લોકો વિરુદ્ધ મીડિયામાં પ્રોપેગેન્ડા ચાલ્યો. તેવો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, જેમાં દેશમાં કોરોના ફેલાવવા માટે આજ લોકોને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો કોર્ટે તબલિગી જમાતમાં સામેલ વિદેશીઓ સહિત ઘણા લોકો વિરુદ્ધ દાખલ એફઆઈઆરને નકારી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news