CBI વિવાદ પર સુનાવણી કરતા ગુસ્સે થયા CJI, સીનિયર વકીલને પૂછ્યુ- સીલબંધ રિપોર્ટ કેવી રીતે લીક થયો?

વરિષ્ઠ વકીલ અને આલોક વર્માના વકીલ ફલી એસ નરીમને સીબીઆઇ ડાયરેક્ટરના જવાબને લીક થવા પર આશ્ચર્ય વયક્ત કર્યું.

CBI વિવાદ પર સુનાવણી કરતા ગુસ્સે થયા CJI, સીનિયર વકીલને પૂછ્યુ- સીલબંધ રિપોર્ટ કેવી રીતે લીક થયો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માના અધિકાર છીનવ્યા અને તેમને રાજાઓ પર મોકલવાના સરકારી આદેશને પડકાર આપવાની તેમની અરજી પર સુનાવણી 29 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. તે દરમિયાન કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા દ્વારા સોમવારે સીલ બંધ કવરમાં આપેલા જવાબને લીક થવા પર રોષ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી દરમિયાનની મહત્વની વાતો...
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પૂછ્યુ-  સીલબંધ કરવમાં આપેલી રિપોર્ટ લીક કેવી રીતે થઇ?

એક ઓનલાઇન વેબસાઇટ પર આલોક વર્માના જવાબ કેટલાક હદ સુધી લીક થવાથી સુપ્રીમ કોર્ટે રોષ વયક્ત કર્યો.

सीबीआई डायरेक्टर आलोक वर्मा की अर्जी पर अब 29 नवंबर को सुप्रीम कोर्ट करेगा सुनवाई

વરિષ્ઠ વકીલ અને આલોક વર્માના વકીલ ફલી એસ નરીમને સીબીઆઇ ડાયરેક્ટરના જવાબને લીક થવા પર આશ્ચર્ય વયક્ત કર્યું.

નરીમને કહ્યું કે મને પણ ખબર નથી આ જાણકારી કેવી રીતે લીક થઇ.

સીજેઆઇએ આલોક વર્માના વકીલને કહ્યું કે, દસ્તાવેજના કેટલાક મહત્વની વાતો જ વાંચો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માના અધિકાર છીનવ્યા અને તેમને રજા પર મોકલવાના સરકારી આદેશને પડકાર આપતી તેમની અરજી પર સુનાવણી 29 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news