હાથરસની 'સાચી હકીકત' જાણવા પીડિતાના ગામ પહોંચી CBI, અનેક લોકોની પૂછપરછની તૈયારી

પશ્ચિમ ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ (Hathras Case)ની તપાસ શરૂ કરવા માટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ની ટીમ રવિવારે સાંજે ચાંદપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના બૂલાગઢી ગામમાં પહોંચી ગઈ છે. 
 

 હાથરસની 'સાચી હકીકત' જાણવા પીડિતાના ગામ પહોંચી CBI, અનેક લોકોની પૂછપરછની તૈયારી

હાથરસ/લખનઉઃ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ (Hathras Case)ની તપાસ શરૂ કરવા માટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ની ટીમ રવિવારે સાંજે ચાંદપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના બૂલાગઢી ગામમાં પહોંચી ગઈ છે. સીબીઆઈની ટીમ દિલ્હીથી અધિકારીઓની બ્રીફિંગ બાદ અહીં પહોંચી છે. સીબીઆઈએ રવિવારે આ ઘટનામાં કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરતા પહેલા યૂપી સરકારે સીબીઆઈને તપાસ માટે ભલામણ મોકલી હતી. 

હાથરસ કાંડની તપાસ માટે યૂપી સરકાર પહેલા એસઆઈટી પણ બનાવી ચુકી છે, જેને હાલમાં વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એસઆઈટીને હોમ સેક્રેટરી ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી અને તેને સાત દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. બાદમાં એસઆઈટીએ વધુ 10 દિવસનો સમય માગ્યો, જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી આપી હતી. હાથરસના આ ચર્ચિત કાંડમાં હવે ઘણી વાત સામે આવવા લાગી છે, જેને જોતા સીબીઆઈની તપાસ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

લખનઉ બેચમાં નિવેદન આપવા જશે પરિવાર
બીજી તરફ હાથરસની પીડિતાના પરિવારના પાંચ સભ્યો સોમવારે સવારે પોલીસ સુરક્ષામાં હાઈકોર્ટની લખનઉ બેચમાં નિવેદન આપવા જશે. હકીકતમાં, પોલીસનો તેને રવિવારે રાત્રે લઈ જવાનો પ્લાન હતો. પરંતુ પરિવારે ખુદના જીવને ખતરો ગણાવતા રાતે જવાની ના પાડી દીધી હતી. હાથરસ કાંડની હાઈકોર્ટે ખુદ નોંધ લીધી છે અને 12 ઓક્ટોબરે મુખ્ય સચિવ (ગૃહ), ડીજીપી, એસપી અને ડીએમ હાથરસને સમન્સ મોકલ્યું હતું. 

બિહાર ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, પીએમ મોદી સહિત 30 નેતાઓના નામ  

સુરક્ષા વચ્ચે હાથરસ રવાના થશે બધા લોકો
મીડિયાને એસપી હાથરસે જણાવ્યું કે, સોમવારે બપોર સુધી હાઈકોર્ટની લખનઉ બેચમાં પહોંચવાનું છે. સોમવારની સવારે પરિવારને સંપૂર્ણ સુરક્ષામાં લઈને પોલીસ જશે. મહત્વનું છે કે સોમવારે પરિવારના પાંચ લોકો હાઈકોર્ટ જવા માટે તૈયાર છે. 

28 સપ્ટેમ્બરે થયું હતું પીડિતાનું મોત
મહત્વનું છે કે 14 સપ્ટેમ્બરે હાથરસ જિલ્લાના ચંદપા ક્ષેત્રમાં 19 વર્ષની એક અનુસૂચિત જાતિની યુવતી સાથે કથિત રૂપથી ગેંગરેપનો મામલો સામે આવ્યો હતોય યુવતીને પહેલા અલીગઢની જવાહરલાલ નેહરૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવી જ્યાં 28 સપ્ટેમ્બરે પીડિતાનું મોત થયું હતું. મોત બાદ રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. તો અનેક રાજકીય પાર્ટીઓના નેતા પીડિતાના પરિવારને મળવા પણ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news