આસામઃ 50 વર્ષ, 2,823 મોત, અમિત શાહના નેતૃત્વમાં સમાપ્ત થયો અલગ બોડોલેન્ડ રાજ્ય વિવાદ

ગૃહપ્રધાને જાહેરાત કરી કે ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 1550 કેડર 30 જાન્યુઆરીએ પોતાના 130 હથિયાર સોંપી દેશે અને આત્મસમર્પણ કરી દેશે.

આસામઃ 50 વર્ષ, 2,823 મોત, અમિત શાહના નેતૃત્વમાં સમાપ્ત થયો અલગ બોડોલેન્ડ રાજ્ય વિવાદ

ગુવાહાટીઃ પૂર્વોત્તરના રાજ્યમાંથી ઉગ્રવાદનો ખાતમો કરવાનું વચન આપીને સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારને આ દિશામાં સોમવારે મોટી સફળતા હાથ લાગી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરામાં કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને બોડો ઉગ્રવાજીઓના પ્રતિનિધિઓએ આસામ સમજુતી 2020 પર હસ્તાક્ષર કર્યાં છે. આ સમજુતીની સાથે આશરે 50 વર્ષથી ચાલી રહેલા બોડોલેન્ડ વિવાદનો અંત આવ્યો, જેમાં અત્યાર સુધી 2823 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. છેલ્લા 27 વર્ષમાં આ ત્રીજી આસામ સમજુતી છે. સૂત્રો પ્રમાણે આ વિવાદના ઝડપી સમાધાન માટે મોદી સરકાર લાંબા સમયથી પ્રયાસરત હતી અને અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ તેમાં ખુબ ગતિ આવી હતી. 

આ તકે ગૃહપ્રધાને જાહેરાત કરી કે ઉગ્રવાદી જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના 1550 કેડર 30 જાન્યુઆરીએ પોતાના 130 હથિયાર સોંપી દેશે અને આત્મસમર્પણ કરી દેશે. શાહે કહ્યું કે, આ સમજુતી બાદ હવે આસામ અને બોડોના લોકોનું સ્વર્ણિમ ભવિષ્ય નક્કી થશે. તેમણે આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર બોડો લોગો લોકોને કરેલા પોતાના તમામ વચનો સમયબદ્ધ રીતે પૂરા કરશે. તેમણે કહ્યું કે, આ સમજુતી બાદ હવે કોઈ અલગ રાજ્ય બનાવવામાં આવશે નહીં. 

પીએમે કહ્યું, આજનો દિવસ ભારત માટે ખાસ
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, બોડો સમજુતી બાદ હવે શાંતિ, સદ્ભાવ અને એકતાની નવી સવાર આવશે. સમજુતીથી બોડો લોકો માટે પરિવર્તનકારી પરિણામ સામે આવશે, આ મુખ્ય સંબંધિત પક્ષોને એક ફોર્મેટ અંતર્ગત સાથે લઈને આવ્યું છે. આ સમજુતી બોડો લોકોની અનોખી સંસ્કૃતિની રક્ષા કરશે અને તેને લોકપ્રિય બનાવશે તથા તેને વિકાસલક્ષી પહેલ સુધી પહોંચ મળશે. 

શું છે વિવાદ
આશરે 50 વર્ષ પહેલા આસામના બોડો બહુમતી વિસ્તારમાં અલગ રાજ્ય બનાવવાને લઈને હિંસાત્મક વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનડીએફબીએ કર્યું હતું. આ વિરોધ એટલો વધી ગયો હતો કે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) કાયદો, 1967 હેઠળ એનડીએફબીને ગેરકાયદેસર જાહેર કરી દીધું હતું. બોડો ઉગ્રવાદીઓ પર હિંસા, બળજબરી અને હત્યાના આરોપ છે. 2823 લોકો આ હિંસાને લીધે જીવ ગુમાવી ચુક્યા છે. 

તમને જણાવી દઈએ કે બોડો આસામનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે, જે રાજ્યની જનસંખ્યાના 5થી 6 ટકા છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી આસામના મોટા ભાગ પર બોડો આદિવાસિઓનું નિયંત્રણ રહ્યું છે. આસામના ચાર જિલ્લા કોકરાઝાર, બાક્સા, ઉદાલગુરી અને ચિરાંગને મળીને બોડો ટેરોટોરિઅલ એરિયા ડિસ્ટ્રિકની રચના કરવામાં આવી છે. આ જિલ્લામાં ઘણા અન્ય જાતીય સમૂહ પણ રહે છે. બોડો લોગોએ વર્ષ 1966-67માં રાજકીય સમૂહ પ્લેન્સ ટ્રાઇબલ કાઉન્સિલ ઓફ આસામના બેનર હેઠળ અલગ રાજ્ય બોડોલેન્ડ બનાવવાની માગ કરી હતી. 

વિરોધનું મંચ નહીં, ટુકડે-ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓની અડ્ડો છે શાહીન બાગઃ ભાજપ 

વર્ષ 1987માં ઓલ બોડો સ્ટૂડન્ટ યૂનિયને એકવાર ફરીથી બોડોલેન્ડ બનાવવાની માગ કરી હતી. યૂનિયનના નેતા ઉપેન્દ્ર નાથ બ્રહ્માએ તે સમયે આસામને 50-50 ટકા વેંચવાની માગ કરી હતી. હકીકતમાં આ વિવાદ આસામ આંદોલન (1979-85)નું પરિણામ હતું જે આસામ સમજુતી બાદ શરૂ થયું હતું. આસામ સમજુતીમાં આસામના લોકોના હિતોના સંરક્ષણની વાત કરવામાં આવી હતી. તેના ફળસ્વરૂપ બોડો લોકોએ પોતાની ઓળખ બચાવવા માટે એક આંદોલન શરૂ કરી દીધું હતું. ડિસેમ્બર 2014માં અલગાવવાદિઓએ કોકરાઝાર અને સોનિતપુરમાં 30 લોકોની હત્યા કરી દીધી હતી. આ પહેલા વર્ષ 2012માં બોડો-મુસ્લિમ હિંસામાં ઘણા લોકોના મોત થયા અને 5 લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા હતા. 

કોણ છે એનડીએફબી
રાજકીય આંદોલનોની સાથે-સાથે હથિયારબંધ સમૂહોએ અલગ બોડો રાજ્ય બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. ઓક્ટોબર 1986માં રંજન દાઇમારીએ ઉગ્રવાગી જૂથ બોટો સિક્યોરિટી ફોર્સની રચના કરી હતી. ત્યારબાદ સમૂહે પોતાનું નામ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB) કરી દીધું હતું. એનડીએફબીએ રાજ્યમાં ઘણી હત્યાઓ, હુમલા અને હિંસાત્મક ઘટનાઓને અંજામ આપ્યો છે. 

વર્ષ 1990ના દાયકામાં સુરક્ષા દળોએ એનડીએફબી વિરુદ્ધ વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનને જોતા આ ઉગ્રવાદી પાડોસી દેશ ભૂટાન ભાગી ગયા હતા. ત્યાંથી એનડીએફબીના લોકોએ પોતાનું અભિયાન ચાલું રાખ્યું હતું. વર્ષ 2000ની આસપાસ ભૂટાનની શાહી સેનાએ ભારતીય સેનાની સાધે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું જેમાં આ જૂથની કમર તૂટી ગઈ હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news