વિરોધનું મંચ નહીં, ટુકડે-ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓની અડ્ડો છે શાહીન બાગઃ ભાજપ

પ્રસાદે કહ્યું, 'શાહીન દિલ્હીનો એક વિસ્તાર નથી, શાહીન બાગ ભૂગોળનો એક ટુકડો નથી. શાહીન બાગ એક વિચાર છે, જ્યાં ભારતના ઝંડા અને ભારતના બંધારણનું કવર છે અને ભારતને તોડનારને મંચ આપવામાં આવે છે. 
 

 વિરોધનું મંચ નહીં, ટુકડે-ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓની અડ્ડો છે શાહીન બાગઃ ભાજપ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન તથા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, શાહીન બાદ કોઈ જગ્યા નથી, પરંતુ એક વિચાર છે. આ ટુકડે-ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓનું મંચ છે જ્યાં માસૂમ બાળકોમાં પણ વડાપ્રધાન વિરુદ્ધ ઝેર ભરવામાં આવે છે. પ્રસાદે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, નાગરિકતા કાયદાની કઈ જોગવાઈ પર વાંધો છે, તે આજ સુધી કોઈ જણાવી શક્યું નથી, છતાં પણ વિરોધ ચાલી રહ્યો છે. તેમણે પૂછ્યું કે સંસદમાં સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયાથી પાસ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યા બાદ પણ ધરણા પર બેસવાનો શું અર્થ છે? પ્રસાદે શાહીન બાગના પ્રદર્શનકારીઓ પર બહુસંખ્યક શાંતિપ્રિય વસ્તીને દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. 

જગ્યા નહીં વિચાર છે શાહીન બાગઃ પ્રસાદ
પ્રસાદે કહ્યું, 'શાહીન દિલ્હીનો એક વિસ્તાર નથી, શાહીન બાગ ભૂગોળનો એક ટુકડો નથી. શાહીન બાગ એક વિચાર છે, જ્યાં ભારતના ઝંડા અને ભારતના બંધારણનું કવર છે અને ભારતને તોડનારને મંચ આપવામાં આવે છે. જ્યાં પર ટુકડે-ટુકડે ગેંગ પાછળ ઉભી રહે છે. જ્યાં માસૂમ બાળકેને વડાપ્રધાન વિરુદ્ધ હિંસા માટે ઉશકેરવામાં આવે છે.'

— ANI (@ANI) January 27, 2020

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, સરકારે દરેક સ્તર પર સીએએને લઈને ઉભા થયેલા ભ્રમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પણ દરેક વ્યક્તિની પાસે વિરોધ કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું, 'વડાપ્રધાન, ગૃહપ્રધાન, ભાજપ અધ્યક્ષ, મંત્રીઓએ કહ્યું છે કે વિરોધ સૌનો અધિકાર છે. પરંતુ આ વિરોધ માત્ર મોદી વિરોધ છે. વારંવાર અમે જણાવ્યું કે નાગરિકતા સંશોધન કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી. આ દેશના મુશ્લિમ ઇજ્જતની સાથે રહે છે અને રહેશે.'

શાંતિપ્રિય બહુસંખ્યકોને દબાવવામાં આવી રહ્યાં છેઃ ભાજપ
તેમણે કહ્યું, 'એક જોગવાઈ જણાવવામાં આવી નથી, એક કલમ જણાવવામાં આવી નથી, જેનો વિરોધ હોય. લોકતંત્રમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે, પરંતુ સંસદમાં ખુલીને થયેલી ચર્ચા બાદ પાસ થયેલા કાયદા પર વાંધો છે. સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ અપીલ કરી તો તેણે ચાર સપ્તાહમાં સરકાર પાસે જવાબ માગ્યો. સંપૂર્ણ લોકતાંત્રિક પ્રક્રિયા યોગ્ય રીતે આગળ વધી રહી છે.' તેમણે કહ્યું, 'છતાં પણ તમે ધરણા પર બેઠા છો, બાળકોને શાળાએ જવા દેતા નથી, દર્દીઓની એમ્બ્યુલન્સ નિકળવા દેતા નથી. તેનો મતલબ છે કે આ મુઠ્ઠીભર લોકો ખામોશ બેઠેલા બહુસંખ્યક સમાજને દબાવી રહી છે. શાહીન બાગનો સાચો ચહેરો આ છે તે શાંતિપ્રિય બહુસંખ્યક વસ્તીને દબાવવામાં લાગેલો છે.'

PFI ની કાશ્મીર યૂનિટને મળ્યા 1.65 કરોડ રૂપિયા, રિપોર્ટ દ્વારા થયો ખુલાસો

NPR પર કોંગ્રેસને સવાલ
તેમણે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરના વિરોધ પર પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કોંગ્રેસ સરકારમાં જારી એક નોટિફિકેશન દેખાડતા પૂછ્યું કે શું કોંગ્રેસ કરે તો યોગ્ય અને ભાજપ કરે તો ખોટું થઈ જાય છે? પ્રસાદે કહ્યું, '15 માર્ચ, 2010નું નોટિફિકેશન છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને ચિદમ્બરમ ગૃહપ્રધાન. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે અમે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરને લાગૂ કરવા જઈ રહ્યાં છીએ. તમે કરો તો યોગ્ય? ત્યારે સરકારની પાછળ વામદળ, મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટી અને લાલૂ યાદવની પાર્ટી આરજેડી પણ હતી.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news