આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી

શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે 
 

આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી

દહેરાદૂનઃ ચારધામ યાત્રા-2019 મંગળવાર(7 મે, 2019)ના અખાત્રીજના પાવન દિવસથી શરૂ થઈ રહી છે. શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. 

તેમણે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની વિવિધ સુવિધાઓની સાથે જ તેમની સુરક્ષાની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી તીર્થસ્થળોને મંગળવારે ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. કેદારનાથ અને બદ્રીનાથ તીર્થધામ ક્રમશઃ 9 મે અને 10 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. 

કેદારનાથ મંદિર પરિસરમાં હજુ પણ બરફ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન લાલ થપલિયાલે જણાવ્યું કે, કેદારનાથ મંદિર પરિસરની ચારે તરફ હજુ પણ બરફ જામેલો છે. જોકે, મંદિર તરફ જનારા માર્ગ પરથી બરફ સાફ કરી દેવાયો છે. 

હિમવર્ષાને કારણે થયું નુકસાન
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ વખતે થયેલી ભારે હિમવર્ષાને કારણે મોટી સંખ્યામાં કુટિરોને નુકસાન પહોંચ્યું છે. સરકારે વધુ ઊંચાઈએ બરફની સફાઈનું કામ હાથમાં લીધું છે. નવેસરથી કુટિરોનું નિર્માણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેદારનાથમાં 15-20 ફૂટ જેટલો બરફ પડવાને કારણે મોટી સંખ્યામાં કુટિરોને નુકસાન પહોંચ્યું હતું. કેદરનાથ રુદ્રપ્રયાગ જિલ્લામાં 11,755 ફૂટની ઊંચાઈએ આવેલું યાત્રાધામ છે. 

કેવી રીતે કરી શકો છો યાત્રાઃ 

  • હવાઈ માર્ગઃ અહીં નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ છે, જ્યાંથી યમુનોત્રીનું અંતર 210 કિમી છે. 
  • રેલવે માર્ગઃ નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. જ્યાંથી યમુનોત્રીનું અંતર 223 કિમી છે. 
  • સડક માર્ગઃ સડકના માર્ગે યમુનોત્રી પહોંચવા માટે હરિદ્વાર-ઋષિકેશ સહિત અન્ય તમામ પ્રમુખ શહેરોથી બસ, ટેક્સ અને અન્ય ખાનગી વાહનોની વ્યવસ્થા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news