છત્તીસગઢ ચૂંટણી 2018 - વાજપેયીની ભત્રીજી કરૂણા શૂકલા મુખ્યમંત્રી રમણસિંહ સામે ચૂંટણી લડશે
ભાજપના ટોચના નેતાઓમાં રહેલા પૂર્વ વડા પ્રદાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરૂણા શુક્લા ઘણા સમયથી ભાજપના વિરોધમાં પડેલાં છે, હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ 5 રાજ્યોમાં આગામી દિવસોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ હવે માલો ગરમ થતો જઈ રહ્યો છે. કોંગ્રેસ છત્તીસગઢ વિધાનસભાના 22 ઓક્ટોબરે થનારા બીજા તબક્કાના મતદાન માટેના 6 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી ધ્યાન ખેંચનારું નામ કરૂણા શુક્લાનું છે.
કરૂણા શુક્લા પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના વિરોધ મોરચો માંડીને બેઠા છે. હવે કોંગ્રેસે તેમને છત્તીસગઢના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મુખ્યમંત્રી રમણ સિંહ સામે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.
સોમવારે કોંગ્રેસે જે બીજી યાદી જાહેર કરી તેમાં તેમનું ના છે. આ અગાઉ કોંગ્રેસે 18 ઓક્ટોબર પ્રથમ તબક્કા માટે 12 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. એક સમયે છત્તીસગઢ ભાજપનો ચહેરો રહેલા કરૂણા શુક્લા છેલ્લા ઘણા સમયથી ભાજપ હાઈકમાન્ડથી નારાજ હતાં. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સાથે જોડાયેલાં હતા.
સોમવારે છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ રેલીના મંચ પર તેમની સાથે જે રીતે વાતચીત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોંગ્રેસ તેમના અંગે કંઈક મોટું વિચારી રહી છે.
INC COMMUNIQUE
Announcement of party candidates for the Legislative Assembly elections of Chhattisgarh. pic.twitter.com/wyBmhGR49x
— INC Sandesh (@INCSandesh) October 22, 2018
ભાજપના સાંસદ રહી ચૂક્યાં છે
કરૂણા શુક્લા ભાજપની ટિકિટ પર કોરબા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ બલોદા બાઝાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલાં છે. ભાજપમાં ઉપેક્ષાનો આરોપ લગાવીને તેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસે કરૂણાજીને બિલાસપુરની ટિકિટ પણ આપી હતી, જોકે, તેઓ હારી ગયાં હતાં.
કોંગ્રેસે જાહેર કરેલા છ ઉમેદવાર
નામ બેઠક
કરૂમા શુક્લા રાજનાદગાંવ
ગિરવર જાંગેલ ખેરાગઢ
ભુનેશ્વર બધેલ ડોંગરગઢ
દલેશ્વર સાહુ ડોંગરગાંવ
ચન્ની સાહુ ખુજ્જી
ઈન્દ્રા શાહ માંડવી મોહલા માનપુર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે