CM મમતા બેનર્જીની રેલવેને અપીલ, કહ્યું- 26 મે સુધી ન મોકલો શ્રમિક સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Ministed Mamata Benerjee)એ ભારતીય રેલવે (Indian Railway)ને અમ્ફાન (Amphan)ના કારણે 26 મે સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રાજ્યમાં ન મોકલવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ પત્રમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવથી કહ્યું કે, સુપર સાયક્લોન અમ્ફાને 20-21 મેના રાજ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે. જેનાથી રાજ્યમાં ઘણું નુકશાન થયું છે.
CM મમતા બેનર્જીની રેલવેને અપીલ, કહ્યું- 26 મે સુધી ન મોકલો શ્રમિક સ્પેશિયલ ટ્રેન

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Ministed Mamata Benerjee)એ ભારતીય રેલવે (Indian Railway)ને અમ્ફાન (Amphan)ના કારણે 26 મે સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રાજ્યમાં ન મોકલવા અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ પત્રમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવથી કહ્યું કે, સુપર સાયક્લોન અમ્ફાને 20-21 મેના રાજ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે. જેનાથી રાજ્યમાં ઘણું નુકશાન થયું છે.

22 મેના પત્રમાં લાખવામાં આવ્યું છે કે, કેટલાક જિલ્લા પ્રશાસન રાહત અને સુધારા કાર્યમાં લાગ્યા છે. જેને લઇને આગામી થોડા દિવસ માટે સ્પેશિયલ ટ્રેનોને રિસીવ કરવાનું સંભવ નથી. તમને અનુરોધ કરીએ છે કે 26 મે સુધી કોઈ ટ્રેન રાજ્યમાં ના મોકલવામાં આવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળનું પ્રવાસ કર્યા બાદ ત્યાની પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું અને ત્યારબાદ રાજ્યમાં રાહત કાર્ય માચે 1000 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ગત બુધવારના રાજ્યના અડધા ડર્ઝન જિલ્લામાં સાયક્લોન અમ્ફાને તબાહી ફેલાવતા હજારો વૃક્ષ ધરાશાયી થવાની સાથે લાખો લોકો બેધર થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના લગભગ 1.5 કરોડ લોકો સાયક્લોનના કારણે સીધા પ્રભાવિત થયા છે અને 10 લાખથી વધારે ઘર નષ્ટ થયા છે.

તમને જણાવી દઈએ કે, લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ સંભવ પ્રયાસ કરી રહ્યાં છે. એવામાં ભારતીય રેલવેએ લોકોને તેમને ગૃહ રાજ્ય પહોંચાડવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news