એક્શનમાં કેન્દ્ર સરકાર! આર્થિક પેકેજને લઈને પીએમ મોદીએ મંત્રીઓને આપ્યો આદેશ

આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ કોવિડ-19ને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. 
 

એક્શનમાં કેન્દ્ર સરકાર! આર્થિક પેકેજને લઈને પીએમ મોદીએ મંત્રીઓને આપ્યો આદેશ

નવી દિલ્હીઃ બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યુ કે, સરકારે બધા ક્ષેત્ર માટે જે આર્થિક પેકેજની (Economic Package) જાહેરાત કરી છે, તેને જમીન પર ઉતારવુ જરૂરી છે. તેનો ફાયદો જન-જનને મળે તે આપણે નક્કી કરવું પડશે. આ આર્થિક પેકેજની જાણકારી ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે. 

આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય  (PMO)એ  (PMO)ને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યું છે. આ પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટ મંત્રીઓને કોવિડ 19ની હાલની સ્થિતિની જાણકારી આપવામાં આવી હતી. તેમાં કોરોના વાયરસને લઈને વિશ્વની સ્થિતિ અને ભારતની સ્થિતિની તુલનાત્મક જાણકારી આપવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, ભારત કોવિડ-19ના સંક્રમણને વિશ્વના અન્ય દેશોની તુલનામાં કેટલું રોકવામાં સફળ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news