કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ હતી હવે સ્થિતી સ્પષ્ટ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, કનૈયા કુમારના મુદ્દે તેમની પાર્ટી કન્ફ્યુઝનમાં હતી

કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ હતી હવે સ્થિતી સ્પષ્ટ

નવી દિલ્હી : બિહારનાં બેગુસરાયથી કનૈયા કુમાર સીપીઆઇનાં ઉમેદવાર છે, અને કાલે બેગુસરાય સીટ પર મતદાન થવાનું છે. ચોથા તબક્કાનો પ્રચાર પુર્ણ થતા સુધી કોંગ્રેસ કનૈયા કુમારનાં સમર્થનમાં નહોતા આવ્યા. પરંતુ હવે કોંગ્રેસ કનૈયા કુમારનાં સમર્થનમાં ઉતરી ગઇ છે. મધ્યપ્રદેશમાં ભોપાલથી ઉમેદવાર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેઓ કનૈયા કુમારનું સમર્થન કરે છે. 

દિગ્વિજય સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં કનૈયાના મુદ્દે કન્ફ્યુઝન હતું પરંતુ તેઓ કનૈયા કુમારનું સમર્થન કરે છે અને ભોપાલમાં પ્રચાર કરવા માટે પણ આમંત્રણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, કનૈયાએ ક્યારે દેશ વિરોધી નારા નહોતા લગાવ્યા. કનૈયા મુદ્દે માત્ર અસત્ય ફેલાવવામાં આવી રહ્યું હતું. 

સિંહે પાર્ટીમાં જ પ્રશ્નાર્થચિન્હ લગાવતા કહ્યું કે, તેમની પાર્ટીમાં જ કનૈયા મુદ્દે કન્ફ્યુઝન થઇ ગયું હતું. જો કે હવે હું કનૈયાનાં સમર્થનમાં છું. જો તેઓ દેશ વિરોધી નારા લગાવતો હું તેને ક્યારે પણ નથી બોલાવતો. અત્રે ઉલ્લેખનીય છે કે કમ્યુનિસ્ટ પાર્ટીએ ભોપાલમાં દિગ્વિજયસિંહને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ દિગ્વિજય સિંહે પણ કમ્યુનિસ્ટ પાર્ટીનાં ઉમેદવાર કનૈયાનાં સમર્થનમાં આવી ચુક્યા છે. 

સુત્રો અનુસાર કનૈયા કુમારને ભોપાલમાં દિગ્વિજય સિંહનાં પ્રચાર માટે આમંત્રીત કર્યા છે. હવે કનૈયા કુમાર 8 અને 9 મેના રોજ ભોપાલમાં દિગ્વિજય સિંહના પ્રચાર કરી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બેગુસરાય સીટ પર કનૈયા કુમારના મેદાનમાં ઉતર્યા બાદ મહાગઠબંધનનાં કોઇ દળે તેમનું સમર્થન નથી કર્યું પરંતુ આરજેડીએ કનૈયાની વિરુદ્ધ ઉમેદવાર ઉથારી દીધા. તેના કારણે કનૈયા કુમારની મુસ્કેલી વધી ગઇ. બીજી તરફ કોંગ્રેસે પણ કનૈયાનો સાથ નહોતો આપ્યો, તેનો પ્રચાર નહોતો કર્યો. હવે કોંગ્રેસ નેતા કનૈયા કુમારને પ્રચાર માટે આમંત્રીત કરી રહ્યા છે. એવામાં જોવું જોઇએ કે શું કનૈયા કુમાર દિગ્વિજય સિંહના આમંત્રણને સ્વિકાર કરે છે કે નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news