બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મોટું નિવેદન

વિદેશ રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે શનિવારે કહ્યું કે, 'પાકિસ્તાન ક્યારેય ભારતનો મિત્ર બની શકે નહીં.

બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મોટું નિવેદન

જયપુર: વિદેશ રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે શનિવારે કહ્યું કે, 'પાકિસ્તાન ક્યારેય ભારતનો મિત્ર બની શકે નહીં. જયપુરમાં ભાજપ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે જો ભારત ક્યારે પણ પાકિસ્તાનને પોતાનો મિત્ર ગણશે તો તે ભારતની સૌથી મોટી નબળાઈ હશે.'

સિંહે કહ્યું કે, 'મને કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના સરહદી વિસ્તારના એક વિપક્ષી ઉમેદવારે દાવો કર્યો છે કે પાકિસ્તાન ભારત માટે ખતરો નથી અને આથી તેની સાથે દુશ્મન રાષ્ટ્ર જેવો વ્યવહાર કરવો જોઈએ નહીં.' સિંહ કહ્યું કે પરંતુ જે દેશ આતંકવાદના કેન્દ્ર હોવા ઉપરાંત ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર પણ કરે છે, તેને ક્યારેય પણ મિત્ર ગણી શકાય નહીં. પાકિસ્તાનને મિત્ર ગણવો એ ભારતની સૌથી મોટી નબળાઈ હશે. 

ભાજપના નેતાએ કહ્યું કે રાજસ્થાનના લોકો દેશના ફાયદા અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્રમાં એક મજબુત અને સ્થિર સરકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે, 'મેં રાજસ્થાનના જોધપુર, બાડમેર, ઉદયપુર અને અન્ય સંસદીય ક્ષેત્રોની મુલાકાત લીધી છે. હું તે અંડરકરન્ટને મહેસૂસ કરી શકું છું. જે મેં ઉત્તર પ્રદેશમાં મહેસૂસ કર્યો હતો.'

તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ કહે છે કે ભાજપ સશસ્ત્ર સેનાઓનું રાજનીતિકરણ કરે છે. એક પૂર્વ સૈનિક હોવાના નાતે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતીય જવાન ક્યારેય પણ રાજનીતિમાં ફસાતા નથી.'

જુઓ LIVE TV

સિંહે કહ્યું કે, 'આપણા દેશના જવાનો પ્રમાણિકતાથી પોતાના કર્તવ્યનું પાલન કરે છે અને સરકાર ફક્ત તેમના સાહસની પ્રશંસા કરે છે. જો તેમની બહાદુર અને સાહસની પ્રશંસા કરવી એ રાજનીતિકરણ હોય તો તેનો અર્થ એ થયો કે કોંગ્રેસને ખબર નથી કે રાજનીતિકરણ કોને કહેવાય.'

બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે 250 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો જેના પર ટિપ્પણી કરતા સિંહે  કહ્યું કે, 'તે વાસ્તવિક આંકડો નહતો. પરંતુ વિભિન્ન રિપોર્ટ્સના આધારે એક અંદાજિત આંકડો હતો.'

તેમણે કહ્યું કે, 'નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ) મુજબ જ્યારે હવાઈ હુમલો થયો ત્યારે ક્ષેત્રમાં લગભગ 300 ફોન સક્રિય હતાં. અમે અંદાજો લગાવ્યો કે 250 મોબાઈલ યૂઝર્સ આતંકીઓ હતાં. અમારા અંદાજા મુજબ 250 આતંકીઓ માર્યા ગયાં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news