CWC ની બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ, જાણો તેમણે શું કહ્યું

કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદ પર અનૌપચારિક વિચાર વિમર્શ થયો. આ બેઠકમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને અધ્યક્ષ પદ સંભાળવું જોઇએ. આ પ્રસ્તાવ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. 

CWC ની બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ, જાણો તેમણે શું કહ્યું

નવી દિલ્હી: કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદ પર અનૌપચારિક વિચાર વિમર્શ થયો. આ બેઠકમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને અધ્યક્ષ પદ સંભાળવું જોઇએ. આ પ્રસ્તાવ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. 

કે સી વેણુગોપાલએ આપી જાણકારી
કાર્ય સમિતિની બેઠક પુરી થયા બાદ આયોજિત પત્રકાર પરિષદમાં કે સી વેણુગોપાલએ કહ્યું કે '4 કલાક સુધી ચાલેલી બેઠકમાં પાર્ટીને મજબૂત કરવા, પાર્ટીના નવા અધ્યક્ષ, વિધાનસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ. બેઠક દરમિયાન ત્રણ પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે. CWC ની બેઠકમાં ઘણા એજન્ડા હતા. આ દરમિયાન એક રાજકીય પ્રસ્તાવ સહિત મોંઘવારી અને ખેડૂતો પર પ્રસ્તાવ પાસ થયો. 

સપ્ટેમ્બર 2022 માં નવા અધ્યક્ષ?
વેણુગોપાલે કહ્યું કે પાર્ટી 1 નવેમ્બરથી પોતાનું સભ્ય અભિયાન શરૂ કરશે જે 31 2022 સુધી ચાલશે. આ પ્રકારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કોષાધ્યક્ષ, પીસીસી એક્ઝિક્યૂટિવ અને એઆઇસીસીસી સભ્ય પદની ચૂંટણી પ્રક્રિયા આગામી વર્ષ 21 જુલાઇથી શરૂ થઇને ઓગસ્ટ 2022 સુધી પુરૂ થઇ જશે. 

— ANI (@ANI) October 16, 2021

'G-23 નેતાઓને ફટકાર'
શનિવારે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક લાંબા સમયગાળા બાદ થઇ. કાર્યસમિતિ બેઠકમાં સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ પાર્ટીના કાયમી અધ્યક્ષની માંગ કરી રહેલા જી-23 નેતાઓને ફટકાર લગાવી તેમણે કહ્યું કે 'હાલ હું જ પાર્ટીની સ્થાયી અધ્યક્ષ છું. કોઇને પણ મીડિયાના માધ્યમથી મારા સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. સારું રહેશે કે પોતે મારી સાથે વાત કરે. વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠકમાં નેતાઓને સંદેશ આપ્યો કે પરસ્પર મનભેદ કરશે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં આપણે સારું પરિણામ આપી શકીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news