બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓની હવે ખેર નથી, આકરી સજા માટે કરાશે વિચાર

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં પ્રસરી રહેલા રોષ બાદ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દુષ્કર્મના દોષીઓ માટે મૃત્યુદંડની સજાની જોગવાઇ કરવા માટે પોસ્કો એક્ટમાં સુધાર કરવાની માંગ પર વિચાર કરી રહ્યું છે. મેનકા ગાંઝીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે હું કઠુઆમાં આક બાળકી સાથે થયેલ દુષ્કર્મ અને હાલમાં બાળકો સાથે થઇ રહેલી ઘટનાઓને લઇને વ્યથિત છું. 

બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓની હવે ખેર નથી, આકરી સજા માટે કરાશે વિચાર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બાળકી સાથેની દુષ્કર્મ અને હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આવા દોષીઓ સામે આકરી સજાની જોગવાઇ કરવાને લઇને દેશમાં એક જુવાળ ઉભો થઇ રહ્યો છે. આ સંદર્ભે કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આવા કિસ્સાઓમાં આકરી સજાની જોગવાઇ માટે મંત્રાલય દ્વારા દરખાસ્ત કરાશે. 

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ લોકોમાં પ્રસરી રહેલા રોષ બાદ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દુષ્કર્મના દોષીઓ માટે મૃત્યુદંડની સજાની જોગવાઇ કરવા માટે પોસ્કો એક્ટમાં સુધાર કરવાની માંગ પર વિચાર કરી રહ્યું છે. મેનકા ગાંઝીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે હું કઠુઆમાં આક બાળકી સાથે થયેલ દુષ્કર્મ અને હાલમાં બાળકો સાથે થઇ રહેલી ઘટનાઓને લઇને વ્યથિત છું. 

તેમણે કહ્યું કે, હું અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યૌન અપરાધ સામે બાળકોની સુરક્ષા માટેના પોસ્કો એક્ટમાં સુધાર કરવાનો પ્રસ્તાવ રાખશે. જે અંતર્ગત 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓ માટે મૃત્યુ દંડની સજાની જોગવાઇ કરવામાં આવે.

— ANI (@ANI) April 13, 2018

ભોગ બનનારના પિતાનું દર્દ છલકાયું, ફાંસીની સજા કરો...
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યા પછી હવે એના પિતાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ભોગ બનનાર માસુમના પિતાનું દર્દ છલકાઈ ગયું. તેમણે કહ્યું કે તેઓ રોજ પોતાની દિકરીને યાદ કરે છે. તેમણે આરોપીઓ માટે ફાંસીની સજાની માગણી કરી છે. 9 માર્ચે આ મામલામાં કોર્ટમાં 15 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી જેના પછી જાન્યુઆરી મહિનામાં બનેલી આ ઘટના બધાની સામે આવી હતી.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, PM કંઇક બોલે...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાજ્યના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકીના બળાત્કાર તેમજ હત્યાના મામલે ચુપકીદી તોડવાની માગણી કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘‘માનનીય પ્રધાનમંત્રીજી એવો કોઈ દિવસ નથી જ્યારે અમે તમને એવા મુદ્દાઓ પર બોલતા સાંભળીએ છીએ જે તમારા માટે મહત્વના હોય. જોકે, કેટલીકવાર એવા મોકા આવે છે જ્યારે તમે બીજા માટેના મહત્વના મુદ્દે સાવ ચુપકીદી સાધી લો છો.’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news