Live: ભારતમાં Coronavirusથી શિકાર 694 લોકો, અત્યાર સુધી 16ના મોત

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 694 પર પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 16 લોકોના જીવ ગયા છે. 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં ગત ગ24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, દેશની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 130 થઈ ગયો છે. તો દિલ્હીમાં આ સંખ્યા 37ની છે. 

Live: ભારતમાં Coronavirusથી શિકાર 694 લોકો, અત્યાર સુધી 16ના મોત

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 694 પર પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 16 લોકોના જીવ ગયા છે. 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં ગત ગ24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, દેશની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 130 થઈ ગયો છે. તો દિલ્હીમાં આ સંખ્યા 37ની છે. 

  • હરિયાણામાં 30, કર્ણાટકમાં 57, કેરળમાં 118, રાજસ્થાનમાં 41, તમિલનાડુમાં 27, તેલંગાનામાં 44, પશ્ચિમ બંગાળમાં 11, છત્તીસગઢમાં 6 લોકો વાયરસથી સંક્રમિત છે.
  • તો બિહારમાં 7, આંધ્રપ્રદેશમાં 11, ઉત્તર પ્રદેશમાં 41, ગુજરાતમાં 46, હિમાચલ પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 21 અને પંજાબમાં 34 લોકો કોરોના વાયરસના ઝપેટમાં આવી ચૂક્યા છે.
  • મુંબઈમાં 19 હોસ્પિટલોમાં કોરોના વાયરસના ટેસ્ટ અને ઉપચાર માટે કેન્દ્ર શરૂ કરાયું છે. તેમાંથી 8 બીએમસી સંચાલિત અને 11 ખાનગી છે. 
  • મુંબઈમાં બીએમસી સંચાલિત હોસ્પિટલમાં કેઈએમ હોસ્પિટલ, લોકમાન્ય તિલક હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કુપર હોસ્પિટલ, બાળા સાહેબ ઠાકરે હોસ્પિટલ, ભાભા હોસ્પિટલ (બ્રાન્દ્રા), ભાભા હોસ્પિટલ (કુર્લા) અને રાજાવાડી હોસ્પિટલ છે.
  • પ્રાઈવેટ હોસ્પિટલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલ, એચએન રિલાયન્સ હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ, રહેજા હોસ્પિટલ, હિન્દુજા હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, કોકિલાબેન હોસ્પિટલ, નાનાવટી હોસ્પિટલ, હીરાનંદાની હોસ્પિટલ 
  • મહારાષ્ટ્રના નાંદેડમાં સચખંડ ગુરુદ્વારામાં માથા ટેકવા આવેલા લગભગ 3000 શ્રદ્ધાળુઓ લોકડાઉનને કારણે અટક્યા છે.
  • મુંબઈમાં 19 કોરોના વાયરસ પરીક્ષણ અને ઉપચાર કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તેમાંથી 8 બીએમસી સંચાલિત અને 11 ખાનગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news