Cyrus Mistry Car Crash: Cyrus Mistry એક્સિડેન્ટ કેસ, પોલીસે ગાડી ચલાવી રહેલી ડોક્ટર વિરૂદ્ધ દાખલ કર્યો કેસ

Cyrus Mistry Car Accident: બાબાસાહેબ પાટીલ, એસપી પાલઘરે જણાવ્યું કે તપાસમાં અત્યાર સુધી જે પુરાવા સામે આવ્યા છે, તેના આધારે કાર ડ્રાઇવર ડો અનાહિતા પંડોલ વિરૂદ્ધ IPC ની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
 

Cyrus Mistry Car Crash: Cyrus Mistry એક્સિડેન્ટ કેસ, પોલીસે ગાડી ચલાવી રહેલી ડોક્ટર વિરૂદ્ધ દાખલ કર્યો કેસ

Cyrus Mistry Death: ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીના મોતના મામલે પાલઘર પોલીસે દુર્ઘટના દરમિયાન કાર ચલાવી રહેલી ડો અનાહિતા પંડોલના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પંડોલના વિરૂદ્ધ IPC 304(a) એટલે કે બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે અનાહિતાના પતિ ડેરિયસ પંડોલનું નિવેદન નોંધ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. લગભગ 2 મહિના પહેલાં રોડ અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રીનું મોત થયું હતું. 

બાબાસાહેબ પાટીલ, એસપી પાલઘરે જણાવ્યું કે '4 સપ્ટેમ્બરના રોજ કાસા વિસ્તારમાં અકસ્માત સજાર્યો હતો, તેની તપાસમાં અત્યાર સુધી જે પુરાવા સામે આવ્યા છે, તેના આધાર પર કાર ડ્રાઇવર ડો અનાહિતા પંડોલ વિરૂદ્ધ આઇપીસીની કલમો અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમારી તપાસ પણ હજુ ચાલી રહી છે. 

તમને જણાવી દઇએ કે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ મિસ્ત્રી (54) અને તેમના મિત્ર જહાંગીર પંડોલે કારના પુલની રેલિંગથી ટકરાતા દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. પ્રસૃતિ રોગ વિશેષજ્ઞ ડો. અનાહિતા (55) ગાડી ચાલી રહી હતી. આ અકસ્માતમાં તે અને તેમના પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુંબઇની એક હોસ્પિટલમાં ભરતી ડેરિયસ પંડોલને ગત અઠવાડિયે રજા મળી છે. 

પોલીસે પંડોલને શું કહ્યું? 
પીટીઆઇના અનુસાર ડેરિયસ પંડોલે પોલીસને જણાવ્યું કે તેમની પત્ની ડો. અનાહિતા મર્સિડીઝ બેંજ કાર ત્રીજી લેનમાં ચલાવી રહી હતી. અને જ્યારે રોડ સાંકડો થયો તો તે કારને ત્રીજી લેનમાંથી બીજી લેનમાં લઇ જઇ શકી નહી. એક અધિકારીના જણાવ્યા અનુસાર પંડોલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પાલઘરમાં સૂર્ય નદી પુલના નજીક જ્યારે રોડ સાંકડો થયો તો તેમની પત્ની કારને ત્રીજી લેનમાંથી બીજી લેનમાં લઇ જઇ શકી નહી. 

અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે ''તેમના દક્ષિણ મુંબઇ સ્થિત આવાસ પર લગભગ દોઢ કલાક સુધી નિવેદન નોંધવામાં આવ્યું. આ દરમિયાન તેમણે ઘટના સાથે સંકળાયેલ વિવરણ આપ્યું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news