બિહારની પુત્રીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકેના શપથ, કર્યા જય હિંદનો સૂત્રોચ્ચાર

બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ તેના પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની ગઇ છે. ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા છે.

બિહારની પુત્રીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકેના શપથ, કર્યા જય હિંદનો સૂત્રોચ્ચાર

નવી દિલ્હી: બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ તેના પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની ગઇ છે. ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા છે. ડેમોક્રેટ દાસે ‘મહિલા ક્લાયણ, દરેકનું આદર’ અને ‘જય હિંદ અને ભારત માતાની જય’ ચૂંટણી સંદેશમાં આપી લોકોનું સમર્થન હાંસલ કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં મોના દાસ (47 વર્ષ) એ જણાવ્યું કે તેઓ માત્ર આછ મહિનાની ઉંમરમાં જ તેમના માતા-પિતાની સાથે અમેરિકા આવી ગયા હતા. તેમના પૂર્વજ બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર મંડળના દરિયાપુર ગામના હતા. તેમના દાદા ડૉ. ગિરીશ્વર નારાયણ દાસ ગોપાલગંજ જિલ્લામાં સિવિલ સર્જન હતા. તેમણે ભાગલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ અને દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કામ કર્યું છે. મોના દાસનો જન્મ પણ દરભંગા હોસ્પિટલમાં 1971માં થયો હતો. તેમના પિતા સુબોધ દાસ એક એન્જિનિયર છે અને સેંટ લુઇસ એમઓમાં વસવાટ કરે છે.

મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યૂએટ છે મોના
સિનસિનાટી યૂનિવર્સિટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યૂએટ મોના દાસની શપથ 14 જાન્યુઆરી એટલેક મકર સંક્રાંતિના દિવસ પર થઇ હતી. તેમણે ભારત માટે તેમનો પ્રેમ અને તેમની સંસ્કૃતિ અને પરંપરાની સાથે શપથ લીધી હતી. હાથમાં ગીતા રાખી તેમણે સંદેશની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘નમસ્કાર અને પ્રણામ તમને બધાને... મકર સંક્રાંતિની શુભેચ્છાઓ તમને બધાને.’

છોકરીઓને આગળ વધારશે
જે રીતે મહાત્મા ગાંધી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે છોકરીઓ માટે શિક્ષણ સફળતાની ચાવી છે. તે જ રીતે મોનાએ તેમના સંદેશમાં કહ્યું કે એક છોકરીને શિક્ષિત કરીને તમે સમગ્ર પરિવાર અને પેઢીઓને પણ શિક્ષિત કરો છો. એક ચુંટાયેલા સેનેટર તરીકે તેમણે છોકરીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.

બિહાર આવશે સેનેટર મોના
મોના દાસે પણ તેમના મૂળ ગામમાં જવાની પણ યોજના બનાવી છે. મારી યોજના છે કે એક દિવસ હું મારા મૂળ ગામે બિહારના દરિયાપુરમાં જઇશ અને ભારતના બાકી ભાગમાં પ્રવાસ કરૂં, જે મારો મૂળ દેશ છે.

બે વખતના સેનેટરને હરાવ્યો
આ ચૂંટણીમાં મોના દાસે બે વખતના રિપબ્લિકન પાર્ટીના સેનેટર જો ફેન (Joe Fain) ને હરાવ્યો છે. તેઓ સેનેટ હાઉસિંગ સ્ટેબિલિટી એન્ડ અફોર્ડેબિલિટી કમિટીના વાઇસ ચેરમનેના રૂપમાં કામ કરશે. તેઓ સેનેટ પરિવહન સમિતિ, સેનેટ નાણાકીય સંસ્થા, આર્થિક વિકાસ અને વ્યાપરા સમિતિ અને સેનેટ પર્યાવરણ, ઉર્જા અને ટેકનોલોજી સમિતિ પર પણ કામ કરશે. આ સત્રમાં, તેણણે પર્યાવરણ, રંગના સમુદાયો અને મહિલાઓ માટે ઇક્વિટીની વકાલત કરવાની યોજના બનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news